- હાર્દિક પંડ્યાના સમર્થનમાં અમદાવાદના રસ્તાઓ પર આંદોલન
- પોલીસ પરિવારના સભ્યો ગ્રેડ પે વધારાની માગણી કરી
- દાણીલીમડામાં બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો
ગાંધીનગર : હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા(Head Constable Hardik Pandya)એ બે દિવસ પહેલાં જ સચિવાલય ખાતે તમામ પોલીસ વતી ગ્રેડ પે વધારાને લઇને માંગણી કરી હતી. ખુલ્લેઆમ કરાયેલા આ વિરોધ પ્રદર્શન બાદ એક પછી એક શહેરોમાં વિરોધ પ્રદર્શનની આગ ભભૂકી ઉઠી છે. ગુજરાત રાજ્યમાં 1800 ગ્રેડ પે પોલીસને આપવામાં આવે છે. જ્યારે અન્ય રાજ્યોમાં 4200નો ગ્રેડ અપાય છે. તે હેતુથી આ ગ્રેડ અન્ય રાજ્યોની સરખામણીમાં વધે તે પ્રકારની પોલીસ દ્વારા માંગણી છે. આ વિરોધ પ્રદર્શન હવે રસ્તાઓ સુધી જોવા મળ્યું છે.
મહિલાઓ અને બાળકોએ થાળીઓ વગાડી, નારા લગાવ્યા
અમદાવાદમાં દાણીલીમડા ખાતે પોલીસ(Danilimda Police) વસાહત પાસેના રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. જોકે સ્થાનિક પોલીસ ત્યાં આવી પહોંચતા વિરોધના આ મામલે થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દાણીલીમડા ચાર રસ્તા પાસેના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. ત્યારે પોલીસે પરિવારજનોને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે છતાં પણ પોલીસ વસાહત પાસે આ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહ્યું હતું. જ્યાં મહિલાઓને બાળકો મોટી સંખ્યામાં દેખાયા હતા. જેમને થાળી ચમચી વગાડી, નારા લગાવી તેમની પોલીસની ગ્રેડની માગણી કરી હતી અને મળી રહેલા ઓછા ગ્રેડ-પે નો વિરોધ કર્યો હતો.