ગુજરાત

gujarat

ETV Bharat / state

રક્ષક જ ભક્ષકઃ પોલીસે દારૂની 15 પેટી પકડી રેકોર્ડમાં બતાવી 7, 4 લાખ રૂપિયાનો તોડ કર્યો - gandhinagar police news

ગાંધીનગરઃ રાજ્યમાં જેમ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, તેમ દારૂ અને જુગાર જેવી પ્રવૃતીઓ વધતી જોવા મળે છે. ત્યારે પોલીસ આ પ્રવૃત્તિને રોકવાની જગ્યાએ તેમાંથી આર્થિક ઉપાર્જન કરવાનો રસ્તો શોધી રહી છે. તાજેતરમાં જ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાંથી દારૂની ઓછી પેટી બતાવનારા પોલીસને જિલ્લા પોલીસ વડાએ હેડક્વાટર ખાતે બદલી કરી નાખી હતી, ત્યારબાદ આવો જ વધુ એક કિસ્સો બન્યો છે. પોલીસે બુટલેગર પાસેથી દારૂની 15 પેટી પકડીને 7 પેટી બતાવી રૂપિયા ચાર લાખનો તોડ કરવાનું સામે આવ્યું છે.

ફાઈલ ફોટો

By

Published : Jul 28, 2019, 12:51 PM IST

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂના વાહનો પકડે છે, તેની કામગીરી બતાવવા માટે સમાચાર પત્ર પ્રેસનોટ મોકલી આપે છે અને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરે છે પરંતુ, તેની હકીકત જુદી જ હોય છે. અનેક વખત લોકમુખે ચર્ચા હોય છે કે પોલીસે એક બોટલ દારૂમાં લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. હવે પોલીસના તોડ ધીમે-ધીમે સામે આવી રહ્યા છે તાજેતરમાં જ એક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 68 પેટી દારૂને 28 પેટી બતાવવાની કરામત કરી હતી.

ગાંધીનગરમાં પોલીસ કર્મચારીને બાતમી મળી હતી, જેનાં આધારે પોલીસે રેડ કરી હતી. તબેલામાંથી દારૂની 15 પેટી પકડી હતી. જે રીતે વધુ દારૂની પેટી ઓછી બતાવવાની કરામત કરતી હોય છે, તેવી જ રીતે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પણ કરામત કરીને 7 પેટીનો કેસ બનાવ્યો હતો. જ્યારે માતબર કહી શકાય તેવા ચાર લાખ રૂપિયાનો તોડ કરીને બુટલેગરને ભગાડી દેવાની માહિતી આધારભૂત સુત્રો પાસેથી મળી આવી છે. થોડાક જ દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થશે ત્યારે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેના ઉપર પ્રશ્નાર્થ થાય છે.

ABOUT THE AUTHOR

...view details