ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ ભરતીના નિયમોમાં થશે બદલાવ; ગૃહ વિભાગ ટુંક સમયમાં કરશે જાહેરાત, જુઓ ETV પર કેવા હશે નવા નિયમો ? - home department

રાજયમાં છેલ્લા અનેક સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે. જેને પગલે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા નિયમોમાં હળવાશ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા નિયમો બાબતે 7 ડિસેમ્બરના રોજ ગૃહ વિભાગની બેઠક પણ મળી હતી. જેમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. બેઠકોમાં નવા નિયમોમાં વધુ શારીરિક કષ્ટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે.

પોલીસ ભરતીના નિયમોમાં થશે બદલાવ
પોલીસ ભરતીના નિયમોમાં થશે બદલાવ

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 1:56 PM IST

Updated : Dec 9, 2023, 2:39 PM IST

ગાંધીનગર:રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં છેલ્લા થોડા સમયથી વધારો નોંધાયો છે. નાની વયથી યુવાન વયના મોટા પ્રમાણમાં લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. નવરાત્રિ તહેવાર દરમિયાન પણ હાર્ટ એટેકના કેસોમાં ઉછાળો નોંધાયો હતો અને તે દરમિયાન પણ આરોગ્ય વિભાગ એલર્ટ જોવા મળ્યું હતું.

પોલીસ ભરતીના નિયમો બદલાશે:હાર્ટ એટેકના કેસોની અસર પોલીસ ભરતી પર પણ જોવા મળી શકે છે. પોલીસ ભરતીમાં શારિરીક કસોટી ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ત્યારે આ બેઠકમાં નવા નિયમોમાં વધુ શારીરિક કષ્ટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે. આ અંગે રાજ્યકક્ષાના વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 7 ડિસેમ્બરના રોજ સાંજે સ્વયમ સંકુલ ખાતે પોલીસ પદ્ધતિના નિયમોમાં બદલાવવા માટેની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લગભગ નવા નિયમો નક્કી કરી દેવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન અને કેબિનેટ ગૃહપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ નિયમો ઉપર એક ફાઇનલ બેઠક કરીને સત્તાવાર રીતે નિયમો જાહેર કરવામાં આવશે.

પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર

હર્ષ સંઘવીએ આપ્યા સંકેત:આ બેઠકમાં પોલીસ ભરતીબોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં DYSP, PI, PSI, અને કોન્સ્ટેબલની ભરતીના નિયમો અંગે ચર્ચા થઇ હતી. જ્યારે7 ડિસેમ્બરના રોજ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેન્ડની સરપ્રાઈઝ મુલાકત લીધી હતી ત્યારે પોલીસની નોકરી માટે તૈયારી કરનાર એક યુવકે સંઘવીને પોલીસ ભરતી માટે બસ સ્ટેન્ડ ખાતે પ્રશ્ન કર્યો હતો. જેમાં હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે જણાવ્યું હતું કે પોલીસ ભરતી માટે બેઠકો ચાલી રહી છે અને ટુંક સમયમાં રાજ્ય સરકાર ગૃહ વિભાગની 5,000થી વધુની ભરતીની સત્તાવાર જાહેરાત પણ કરશે.

પોલીસ ભરતીના નિયમો બદલાશે

આગામી 10 વર્ષ સુધીનો રોડ મેપ: રાજ્ય સરકારના ગૃહ વિભાગની પોલીસ ભરતીને લઈને અગાઉ 5થી વધુ બેઠકો યોજાઈ ગઈ છે, નવા નિયમો નક્કી થઈ ગયા છે પણ CM ભૂપેન્દ્ર પટેલ સાથેની અંતિમ બેઠક બાકી હોવાને કારણે સત્તાવાર જાહેરાત અટકી છે ત્યારે હવે ડિસેમ્બર માસ પૂર્ણ થતાં પહેલાં જ નવા નિયમો જાહેર કરવામાં આવશે ત્યારબાદ નવી ભરતી પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવશે. આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખી પોલીસ ભરતીના નવા નિયમોને આખરી ઓપ અપાયો છે.

છેલ્લા છ મહિનામાં 1052 કેસ:રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે 1 ડિસેમ્બર 2023ના રોજ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં 1052 જેટલા મૃત્યુ ગુજરાતમાં થયા છે. એમાં 80% મોતમાં 11થી 55 વર્ષ સુધીના યુવાનોનો સમાવેશ થાય છે અને પ્રતિદિન રોજના 108માં 173 જેટલા કોલ હાર્ટ રિલેટેડ આવી ગયા છે.

શિક્ષકોને CPR તાલીમ:નાની વયે હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં લઈને રાજ્યના ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષકો માટે CPR ટ્રેનિંગ આપવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી જો કોઈ વિદ્યાર્થીને અચાનક હદયને લગતી મુશ્કેલી સર્જાય તો ઘટનાસ્થળે જ CPR આપીને જીવ બચાવી શકાય.

કઠિન પરિશ્રમથી દૂર રહેવા સુચન: ગુજરાતની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પણ આ મામલે સુચનો કરવામાં આવ્યા હતા. જેમાં ICMR અનુસાર જેઓ કોરોના કાળ દરમિયાન ગંભીર સંક્રમણનો ભોગ બન્યા હોય તેમણે બાદ એક-બે વર્ષ પરિશ્રમ અને ભાગદોડથી દૂર રહેવું જોઈએ.

  1. Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો...
  2. CPR Training : હાર્ટએટેક અટકાવવા ગુજરાતના સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકો શીખશે સીપીઆર ટ્રેનિંગ, બે તારીખોમાં આયોજન થયું
Last Updated : Dec 9, 2023, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details