ગાંધીનગર: રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકીનો(Rajkot CP Extortion Money Case) આક્ષેપ છે. તાપસ હજુ પૂર્ણ થઈ નથી ત્યારે આવી જ બીજી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરતના એક બિલ્ડરે( Complaint of builder of Surat)વધુ એક IPS પર 1 કરોડ રૂપિયા જેટલી રકમ ચાઉ કરી ગયા હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઓફિસમાં કરી છે. જેમાં બિલ્ડર ઉદય છાસિયાએ સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડીંગ બનાવી રહ્યા હતા તેમાં ગેરકાયદેસર રીતે પોલીસે 6 ફ્લેટ અને 2 લક્ઝુરિયસ ગાડી પડાવી( Allegations against builder's Surat police)પાડવાના આક્ષેપ કર્યા છે. આમ એક જ IPS અધિકારીએ 5 કરોડની કટકી કરી હોવાની ફરિયાદરાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (Home Minister Harsh Sanghvi)કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના
ફરિયાદ બાબતે સુરતના અડાજણ વિસ્તારના બિલ્ડર ઉદય છાસિયાએ રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઓફિસમાં ફરિયાદ બાદ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતના અડાજણ વિસ્તારમાં(Adajan area of Surat) વર્ષ 2016માં વિમલ હેક્ઝાકોર્ન નામની સ્કીમ બનવી હતી. જેમાં 2BHK અને 3 BHK ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા હતા એ દરમિયાન એક પોલીસકર્મી બાઈટ લઈને ત્યાં આવ્યા હતા અને સાહેબ બોલાવે છે તેવી કહીને અધિકારીની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ ધાક ધમકી આપીને 6 ફ્લેટ અને 2 ગાડીઓ પોતાના સંબંધીઓ અથવા બીજાના નામે લીધા હોવાની ફરિયાદ કરી છે.
માડતીયાઓ દ્વારા કરવામાં આવતી હતી અરજી
સુરતના અડાજણ વિસ્તારના બિલ્ડર ઉદય છાસિયા એ વધુમાં આક્ષેપ( Builder Uday Chasia alleged)કર્યા હતા કે જ્યારે બિલ્ડીંગનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અમુક લોકો દ્વારા કે જેઓ પોલીસના મળેથી આવે છે તેઓ મારી વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનના અને જે તે જગ્યાએ અરજી કરતા હતા અને ત્યારબાદ મને સમાધાન માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા હતા અને હું સમાધાન કરતો નહીં તેથી મારા ઉપર ખોટે કેસો નાખીને મને જેલમાં મોકલી દીધો હતો. અત્યારે મારું જે નિવેદન હતું તે પણ કોરા કાગળ ઉપર ફક્ત લેવામાં આવતા હતા મને નિવેદન પણ જોવા મળતું ન હતું. આ ઉપરાંત પાસા હેઠળ મને રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો તેમાં પણ રાજકોટ ખાતે પણ પોલીસના અમુક અધિકારીઓ આવીને મને સમાધાન કરવા માટેની સુચના આપતા હતા આમ જેલમાં પણ મારી પાસે પૈસાની માગણી કરાઈ હોવાનો આક્ષેપ પણ ઉદય છાસિયા કર્યો છે.