- કમોસમી વરસાદના કારણે મોકૂફ રહી હતી ઉમેદવારોની પરીક્ષા
- જુના કોલ લેટર સાથે નક્કી કરાયેલા મેદાન પર લેવાશે ટેસ્ટ
- LRD PSI ની કમ્બાઇન્ડ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી રહી
ગાંધીનગર :પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ (Physical test for police recruitment )શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યારે વિવિધ મેદાન ઉપર રાજ્યભરમાં ફિઝિકલ ટેસ્ટ (Physical test for police recruitment )ચાલી રહી છે. લગભગ એક મહિનો જેટલા સમયગાળા દરમિયાન આ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારે રાજ્યભરમાં 15 મેદાનોમાં ચાલી રહેલી ફિઝિકલ ટેસ્ટ 7 મેદાનો પર કમોસમી વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે મોકૂફ રાખવામાં આવેલી ફિઝિકલ ટેસ્ટ 12 ડિસેમ્બરે યોજવાની જાહેરાત એલઆરડી ભરતી બોર્ડના (LRD and PSI recruitment process)અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને કરી હતી.
ઉમેદવારોએ અગાઉ ઇસ્યૂ કરેલા કોલ લેટર સાથે સવારે છ વાગ્યે મેદાન પર હાજર થવાનું રહેશે