ગુજરાત

gujarat

By

Published : Sep 2, 2019, 7:36 PM IST

Updated : Sep 3, 2019, 9:34 AM IST

ETV Bharat / state

જુગારીઓને પકડવામાં બાહોશ ગાંધીનગર પોલીસ, ચડ્ડી-બનીયાન ધારી ટોળકીને પકડવામાં નિષ્ફળ

ગાંધીનગરઃ શહેર અને નવા ગાંધીનગરના વિસ્તારમાં રહેતા રહીશોને ચડ્ડી-બનિયાનધારી ટોળકી ફફડાવી રહી છે. આ ટોળકી રાંદેસણ સરગાસણ અને વાવોલ વિસ્તારમાં પાંચ જગ્યાએ સીસીટીવીમાં કેદ થયેલી છે. શ્રાવણ માસમાં જુગારીઓને પકડવામાં માહિર ગાંધીનગરની પોલીસને એક વર્ષ કરતા વધુ સમયથી ચેલેન્જ આપી રહી છે. ત્યારે પોલીસ આ ટોળકીને પકડવામાં વામણી પુરવાર થઈ રહી છે. વાવોલમાં આવેલા સંકલ્પ ફ્લેટમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી, જેમાં 7 તોલા સોનું અને 60 હજારની રોકડની ચોરી કરી ઇકો કારમાં બેસીને પલાયન થઈ ગઈ હતી.

એક વર્ષથી ગાંધીનગર પોલીસને ચેલેન્જ આપતી ટોળકીને પોલીસે ઝડપી

ગાંધીનગર પાસે આવેલા વાવોલ ગામના સંકલ્પ ફ્લેટમાં રહેતા મયુરસિંહ ચૌહાણ કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ગત 31 ઓગસ્ટના રોજ તેમની પત્ની સાથે રાજકોટ વતનમાં ગયા હતા. તે જ દિવસની મધ્યરાત્રી 2 કલાક અને 24 મિનિટે ચડ્ડી-બનિયાનધારી ટોળકી મુખ્ય દરવાજાનુ ઇન્ટરલોક તોડી ને પ્રવેશ કર્યો હતો. મુખ્ય રૂમમાં આવેલી તિજોરીમાં રહેલું 7 તોલા સોનું અને 60 હજાર રૂપિયા રોકડા લઈને આ ટોળકી ફરાર થઈ ગઈ હતી.

એક વર્ષથી ગાંધીનગર પોલીસને ચેલેન્જ આપી રહી છે જુગારી ટોળકી, મોડી રાતે હાથ ફેરો કર્યો

તસ્કર ટોળકી દ્વારા આજુબાજુના રહીશો જાગી જાય તો પણ તેમને પકડી ન શકે તે માટે બહારથી તમામ ફ્લેટના દરવાજાને સ્ટોપર મારી દીધું હતું. આ બનાવની જાણ મયુરસિંહને કરવામાં આવતા તેઓ રાજકોટથી ભરત તેમના વાવોલ સ્થિત નિવાસ્થાને પહોંચી ગયા હતા. ત્યારબાદ તપાસ કરતા સોનાની અને રોકડની ચોરી થઈ હોવાનું માલૂમ થયું હતું.

આ બનાવની જાણ પોલીસ સ્ટેશનને કરાતા ડોગ સ્કવોડ સાથે ટીમ પહોંચી ગઇ હતી. નવુ ગાંધીનગર અને જૂના ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં આ ટોળકી દ્વારા પાંચથી વધુ જગ્યાએ પોતાની મેલી મુરાદ અને અંજામ આપ્યો છે, ત્યારે આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, તેમ છતાં ગાંધીનગરની પોલીસ હજુ સુધી સીસીટીવી કેમેરાની સામે ચોરી કર્યા બાદ નગ્ન નાચ કરતી ટોળકીને પકડી શકી નથી.

Last Updated : Sep 3, 2019, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details