ગૌણ સેવા પરીક્ષા મામલો: NSUIના કાર્યકરો કોલેજ બંધ કરાવા ગયા અને પોલીસે ઝડપી લીધા - ગાંધીનગર સેક્ટર 15
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા યોજાઇ હતી, જેને લઇને છેલ્લા કેટલાય દિવસથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે એનએસયુઆઇ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોલેજ બંધની ચિમકી આપી હતી. ગાંધીનગર ખાતે એનએસયુઆઇના કાર્યકરો કોલેજ બંધ કરાવવા ગયા ત્યારે, ગાંધીનગર પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી.
ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલ કોમર્સ કોલેજમાં NSUIના કાર્યકર્તાઓ કોલેજ બંધ કરાવવા ગયા હતા, પરંતુ તેઓ કોલેજમાં પ્રવેશ છે તે પહેલાં જ પોલીસને ધ્યાન બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો અને તેઓ કોલેજના કેમ્પસમાં તો આવ્યા, પરંતુ કોલેજના મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશે તે પહેલા જ તાળુ મારી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા બાદ તરત જ ગાંધીનગર પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અટકાયત બાબતે અંકિત પારેખે જણાવ્યું હતું કે પોલીસ બળજબરી પૂર્વક અટકાયત કરી રહી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ ગૌણ સેવા પરીક્ષા હવે રદ થાય તેવી માંગ કરવામાં આવી હતી.