ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની ફ્લેગ માર્ચ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી સંદર્ભે પોલીસે ચુસ્ત પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી ગાંધીનગર જિલ્લામાં 23થી 26 માર્ચ દરમિયાન 4 દિવસ માટે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

By

Published : Mar 26, 2019, 12:50 PM IST

પોલીસ અને અર્ધલશ્કરી દળ

શરૂઆતના 2દિવસ દરમિયાન કલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. 23મી એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્રની સાથે જિલ્લા પોલીસ દ્વારાપણ અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જિલ્લામાં હથિયારના કુલ 837 પરવાના આપવામાં આવ્યા છે, જેમાંથી 709 હથિયાર જમા કરાવી દેવામાં આવ્યા છે.સાથે જ પોલીસે અટકાયતી પગલાં પણ શરૂ કર્યાં છે. વિવિધ માર્ગો પર 23 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.

ચૂંટણી પહેલાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે સારી બનાવવા માટે 23 અને 24 માર્ચના રોજ કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા, સાંતેજ અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે ગાંધીનગર ડિવિઝનના સેકટર-7, સેકટર-21 અને પેથાપુરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. મંગળવારે દહેગામ, રખિયાલ, ઈન્ફોસિટી, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાશે.

મતદાન પૂર્વે સંવેદનશીલ મતદાન મથકોને ઓળખીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આ સાથે ફ્લેગ માર્ચ માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની એક કંપની 4દિવસ માટે ગાંધીનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details