ગુજરાત

gujarat

ETV Bharat / state

સચિવાલય શરૂ થતા અમદાવાદના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી પોઇન્ટ બસો શરૂ - Gandhinagar news

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ચલાવવામાં આવતી પોઇન્ટ બસ 1 જૂનથી અમદાવાદના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર જવા શરૂ કરવામાં આવશે.

Hh
H

By

Published : May 31, 2020, 7:23 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી વિભાગ દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ-ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ 1 જૂનથી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર જવા માટે શરૂ કરવામાં આવશે.

વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, ગૃહ વિભાગના જાહેરનામાં અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ કોઈ પેસેન્જર પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહી મુસાફરી કરી શકશે નહીં.

બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે. જ્યારે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહી.

ઉપરાંત પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ પ્રવાસીઓનુ ટેમ્પ્રેચર પણ ચેક કરવામાં આવશે.

દરેક મુસાફરે બસ ઉપાડવાના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે. જ્યારે બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details