ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Narendra Modi visits Gujarat: જામનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી - PM Modi Gift to Jamnagar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસે (PM Narendra Modi visits Gujarat) આવતા પહેલા જામનગરને મોટી ભેટ આપી છે. જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના (Global Center for Traditional Medicine) માટે આપેલી મંજૂરી આપવામાં આવી છે.

PM Narendra Modi visits Gujarat : વિશ્વના સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જામનગરમાં સ્થાપના થશે
PM Narendra Modi visits Gujarat : વિશ્વના સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જામનગરમાં સ્થાપના થશે

By

Published : Mar 11, 2022, 8:57 AM IST

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસે (PM Narendra Modi visits Gujarat) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 10 માર્ચના રોજ ગુજરાત માટે એક મહત્વની ભેટ આપી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના (PM Modi Gift to Jamnagar) માટે આપેલી મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :WHO GCTM Jamnagar: કેન્દ્રીય પ્રધાનમંડળે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને આપી મંજૂરી

એકમાત્ર ગ્લોબલ સેન્ટર

આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની (Global Center for Traditional Medicine) સ્થાપના કરાશે. જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે. જામનગરમાં સ્થાપના સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત (WHO in Jamnagar) દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. તેમજ પરંપરાગત દવા ઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.

આ પણ વાંચો :Jamnagar Brass part industry : રશિયા યુક્રેન યુદ્ધની સીધી અસર બ્રાસ પાર્ટ ઉદ્યોગને કરી શકે છે પ્રભાવિત

દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ માટે ઉપયોગી

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. આ અગાઉ 13 મી નવેમ્બર 2020 એ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે (In the Health Sector in Gujarat) એક ભેટ આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવે આ WHO GCTM વધુ એક નવતર ભેટ દ્વારા જન આરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરની નવી દિશા ખોલી આપી છે.

ABOUT THE AUTHOR

...view details