અમદાવાદ: દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગુજરાતના સાંસદોની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના ગુજરાતના તમામ સાંસદો ઉપસ્થિત હતા. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી.
લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચા:લોકસભાની 2024માં ચૂંટણી આવી રહી છે. જે મુદ્દે આજે ગુજરાતના સાંસદો સાથે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. તેમજ લોકસભાની ચૂંટણી આવે તે પહેલા ગુજરાતના વિકાસના અધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સૂચના આપી હોય. રાજકીય વર્તુળોમાં આજની બેઠકમાં ચર્ચા હતી કે ગુજરાતના રાજકીય રીતે કોઈક ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો:Congress Yatra: કૉંગ્રેસ હવે અરૂણાચલપ્રદેશથી ગુજરાત સુધી યોજશે યાત્રા, લોકસભા ચૂંટણી માટેનો માસ્ટર સ્ટ્રોક
બોર્ડ નિગમોમાં નવી નિમણૂક: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તેવી પણ એક શકયતા જોવાઈ રહી છે. બોર્ડ નિગમોમાં નવી નિમણૂંક થઈ શકે છે. આ બેઠકમાં ભાજપના સંગઠન પ્રધાન રત્નાકરજી પણ ઉપસ્થિત હતા. જેથી રાજકીય રીતે ફેરફાર પણ આવી શકે છે. હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્ર 29 માર્ચે પૂર્ણ થશે. ત્યાર પછી કોઈ નવી જાહેરાત આવી શકે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:AMIT SHAH ON BIHAR VISIT: લોકસભા ચૂંટણીને લઇને અમિત શાહની નજર બિહાર પર, છેલ્લા 6 મહિનામાં 3જી મુલાકાત
કોરોનાની સ્થિતિની જાણકારી: દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને ગુજરાતના સાંસદો સાથે એકાએક બેઠક મળી છે, જેથી કોઈ નવાજૂની કે નવા ફેરફાર આવી શકવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે સાંસદોને કહ્યું હોઈ શકે છે. તેમજ કોરોનાની અને H3N2ની શું સ્થિતિ છે, તેની જાણકારી પણ મેળવી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની સ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવ્યો હોય તેવું પણ બની શકે છે.