ગાંધીનગરઃ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોક્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદથી ગાંધીનગર પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાફલાને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાવ્યો. એમ્બ્યુલન્સ પસાર થયા બાદ જ કાફલો આગળ વધ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્વના કામોના લોકાર્પણ કર્યા હતા.
મેટ્રોનું ઉદ્ઘાટનઃ ગાંધીનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનમાં અમદાવાદના કાલુપુર સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. દૂરદર્શન ટાવર ખાતે જાહેર સભા યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહ્યા હતા ત્યારે એસજી હાઇવે પર એકે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પસાર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો.