ગાંધીનગર:ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ સુધી ચાલનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલા ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, અને તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા ગુજરાતના મહેમાન બન્યાં હતાં. આ ત્રણેય મહાનુભાવો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા સાથે વડાપ્રધાન મોદીએ ખાસ દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચાઓ પણ કરી હતી.
Vibrant Summit: ચેક રિપબ્લિકના PM અને તિમોર લિસ્ટેના રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી - વાઈબ્રન્ટ સમિટ 2024
વાઈબ્રન્ટ સમિટ 2024માં ભાગ લેવા ઘણા દેશોના ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ સહિત કેટલાંક દેશના રાષ્ટ્રપ્રમુખો પણ ગુજરાતના મહેમાન બન્યાં છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લિસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે ખાસ દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
Published : Jan 11, 2024, 12:05 PM IST
મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગાંધીનગરમાં તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યા આદાન-પ્રદાન અને સહયોગ માટે સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ અને પ્રગતિને ઉત્તેજન આપવા પરસ્પર રુચિ દર્શાવતા વિકાસની ભાગીદારીને કેન્દ્રસ્થાને રાખી હતી. ખાસ તો ઊર્જા, IT, FinTech, આરોગ્ય અને ક્ષમતા નિર્માણ જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.