PM મોદીએ રાજભવનમાં યોજી બેઠક, AMC અને મુખ્યપ્રધાનના અગ્ર સચિવો રહ્યા ઉપસ્થિત - PM મોદીએ રાજભવનમાં યોજી બેઠક
ગાંધીનગર: વડાપ્રધાન મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં સવારે કેવડિયા કોલોની ખાતે નર્મદા સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટી પાર કરતા મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યાં હતા. જે બાદ ગાંધીનગરમાં બપોરે ત્રણ કલાકની આસપાસ રાજભવન ખાતે ગુજરાતના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને આગામી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
modi
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી રાજભવન ખાતે આવીને બે બેઠક યોજી હતી. જેમાં પ્રથમ બેઠક ગુજરાત રાજ્યના સરકારી વહીવટીતંત્ર તથા અમદાવાદ કોર્પોરેશનના મેયર સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી તે અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.