- નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા
- 31 ઓક્ટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટીની લઈ શકે મુલાકાત
- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM મોદી આપી શકે છે હાજરી
ગાંધીનગર : વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સરદાર સરોવર ખાતે તૈયાર કરવામાં આવી છે. 31 ઓક્ટોબર 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને અર્પણ કર્યું હતું. ત્યારે આવનારી 31 ઓક્ટોબરે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે, જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરીને સમગ્ર દેશને સંબોધન આપે તેવુ પણ આયોજન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી PM નરેન્દ્ર મોદીએ દેશને અર્પણ કર્યું
31 ઓક્ટોબર 2018 ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે PM નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું લોકાર્પણ દરમિયાન 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને કેવડિયા કોલોની ખાતે તૈયાર કરેલા વિવિધ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ