ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit : PM મોદી 26મીએ સાંજે ઊતરશે અમદાવાદ એરપોર્ટ પર, ગુજરાત પ્રવાસમાં કયા કાર્યક્રમો યોજાશે, જુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 26 તારીખે સાંજે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. તેઓ ગુજરાત પ્રવાસ દરમિયાન ભરચક કાર્યક્રમો લઇને આવી રહ્યાં છે. જેમાં મોટા પ્રોજેક્ટની સમીક્ષાઓથી લઇ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનલક્ષી બાબતો પણ જોશે. વધુ જાણો આ અહેવાલમાં.

PM Modi Gujarat Visit : પીએમ મોદી 26મીએ સાંજે ઊતરશે અમદાવાદ એરપોર્ટ પર, ગુજરાત પ્રવાસમાં કયા કાર્યક્રમો યોજાયાં જૂઓ
PM Modi Gujarat Visit : પીએમ મોદી 26મીએ સાંજે ઊતરશે અમદાવાદ એરપોર્ટ પર, ગુજરાત પ્રવાસમાં કયા કાર્યક્રમો યોજાયાં જૂઓ

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 2:11 PM IST

ગાંધીનગર : લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ ગણાઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતની 26 બેઠકો પ્રાપ્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે પીએમ મોદીનો પ્રથમ પ્રવાસ સત્તાવાર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી 26 અને 27 સપ્ટેમ્બર ગુજરાતમાં પસાર કરશે. 26 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને અમદાવાદ કલેક્ટર અને અમદાવાદના મેયર પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે.

2 દિવસના પ્રવાસમાં શું કરશે પીએમ મોદી: રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી મુજબ પીએમ મોદી અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહેશે. ઉલેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના બ્રોશર અને વેબસાઈટના લોન્ચિંગ દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી ખુદ હાજર રહેશે.

છોટા ઉદેપુરમાં શિક્ષણ 5000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ: અમદાવાદમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોર બાદ આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં 5000 કરોડના શિક્ષણના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય વડાપ્રધાનના હસ્તે ગુજરાતમાં બનેલી નવી શાળા, સંકુલ, ઓરડા, કોમ્પ્યુટર લેબ તથા સ્માર્ટ કલાસનું પણ લોકાર્પણ કરશે.

ગાંધી આશ્રમ પ્રોજેક્ટ બાબતે ચર્ચા: અમદાવાદના ગાંધી આશ્રમને રીડેવલપમેન્ટને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે પણ ત્યારે પ્રોજેક્ટ બાબતે પણ પીએમ મોદી રાજ્ય સરકારના અધિકારીઓ અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજીને ગાંધી આશ્રમ પ્રોજેક્ટ બાબતે પીએમ મોદી બેઠક કરી શકે છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે 33 ટકા મહિલા અનામતની ઉજવણી : લોકસભા અને રાજ્યસભાના ગૃહમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા અનામત અંગેનું બિલ રજુ કરવામાં આવ્યું છે અને સંસદના બંને ગૃહમાં બહુમતીથી પાસ થયું છે. પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાજ્યની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉત્સાહથી અભિવાદન કરવામાં આવશે.

  1. Vande Bharat Express Train: ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેન, પીએમ મોદીએ આપી લીલી ઝંડી
  2. Khel Mahakumbh 2.0 : ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ, રમતવીરો માટે કુલ 45 કરોડના ઈનામની રકમ જાહેર
  3. Gujarat Government: નર્મદા પૂર મામલે સરકારે પાણી પહેલા પાળ બાંધી, મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર

ABOUT THE AUTHOR

...view details