ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit : પીએમ મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે કરોડોની લાગતના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે - cmo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે 27 સપ્ટેમ્બરે સવારે ગુજરાત વાઈબ્રન્ટ સમીટના 20 વર્ષની ઉજવણી બાદ પીએમ મોદી છોટા ઉદેપુરમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રુપિયા 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 4:07 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રુપિયા 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન વિકાસના કામોનું ખાતમુહુર્ત કરશે : મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રુપિયા 1426 કરોડના કામોનું લોકાર્પણ અને રુપિયા 3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

20 લાખ લાભાર્થીઓને થશે ફાયદો : વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે રુપિયા 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રુપિયા 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રુપિયા 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ રુપિયા 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે રુપિયા 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ રુપિયા 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

છાબ તળાવનું લોકાર્પણ કરશે વડાપ્રધાન : છાબ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોજેક્ટ જુલાઈ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. જે એપ્રિલ 2023 માં પૂર્ણ થઈ ગયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવના બ્યુટીફિક્શન માટે કુલ 4 ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં જોગિંગ ટ્રેક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, સાયકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિત સુવિધાઓ છે. આમ, સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો રૂપિયા 111 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે અને તે પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તળાવનું લોકાર્પણ કરશે.

  1. PM Modi Gujarat Visit : PM મોદી 26મીએ સાંજે ઊતરશે અમદાવાદ એરપોર્ટ પર, ગુજરાત પ્રવાસમાં કયા કાર્યક્રમો યોજાશે, જુઓ
  2. PM Modi In MP: ભોપાલમાં મોદીની ગર્જના - "કોંગ્રેસે સંસાધનથી સમૃદ્ધ મધ્યપ્રદેશને બિમાર બનાવ્યું"

ABOUT THE AUTHOR

...view details