વડાપ્રધાન મોદી રાજભવન ખાતે પહોંચ્યા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેઓએ અંબાજી દર્શન કર્યા બાદ મહેસાણાના ખેરાલુ ગામે કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. બપોરે મહેસાણાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. સાંજે પાંચ કલાકની આસપાસ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં મળતી માહિતી પ્રમાણે સોમનાથ મંદિર અને પરિસરમાં વિકાસના કામો અને વહીવટી બાબતની વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠકોનો દોર શરૂ બેઠકમાં વિકાસના કામોની સમીક્ષા: સોમનાથ ટ્રસ્ટની બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં સોમનાથ મંદિર અને તેની આસપાસના વિકાસના કામોની સમીક્ષા અને નવા પ્રોજેક્ટ બાબતેની ચર્ચા કરવામાં આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ચેરમેન પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ટ્રસ્ટીઓમાં અમિત શાહ, પૂર્વ સાંસદ લાલ કૃષ્ણ અડવાણી, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી, જે ડી પરમાર અને હર્ષવર્ધન નોટીયા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે.
ઓડિટરની નિમણુંક બાબતે ચર્ચા: મળતી માહિતી પ્રમાણે સોમનાથમાં છેલ્લા કેટલાય સમયથી ઓડિટરની નિમણૂક થઈ શકી નથી. ત્યારે આજની બેઠકમાં ઓડિટરની નિમણૂક બાબતે પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના વાર્ષિક હિસાબો અને અહેવાલ ઉપરાંત સ્વચ્છતા બાબતે પણ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
PM મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. મંગળવારે પીએમ મોદી કેવડિયા જશે, જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. PM મોદી મંગળવારે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. આ પછી તેઓ આરંભ 5.0 માં 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે.
- PM Modi in Gujarat: ગુજરાતમાં સ્થિર અને પૂર્ણ બહુમતની સરકાર હોવાથી અનેક મહત્વના નિર્ણયો લેવાયા - PM મોદી
- PM Modi Visit Ambaji: PM મોદીએ જે અંબાજી મંદિરની મુલાકાત લીધી એ મંદિરની મુલાકાત અનેક પૂર્વ વડાપ્રધાનોએ લીધી છે