ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના (Gujarat Assembly Election 2022)મહિનાઓની વાર છે ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણિનગર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષે શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપી હતી. પરંતુ મણિનગર સીટ પર ભાજપના ઉમેદવાર સુરેશ પટેલની જીત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે(PM Modi Gujarat visit)છે. ત્યારે કોંગ્રેસના હારેલા ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે 18 એપ્રિલના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2012માં મણિનગર વિધાનસભામાંથી ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2014માં લોકસભાના ઇલેક્શનમાં ભાજપનો વિજય થયા બાદ દેશના વડાપ્રધાન પદ પર આરુઢ થયાં હતાં.
આ પણ વાંચોઃપાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
આ મુલાકાત ફક્ત શુભેચ્છા મુલાકાત -વર્ષ 2017માં કોંગ્રેસના મણિનગર વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા શ્વેતા બ્રહ્મભટ્ટે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ફક્ત એક જશુભેચ્છા મુલાકાતછે. રાજકીય કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. જ્યારે હું અને મારા પિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે ગયાં હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પિતાને કહ્યું હતું કે નેતા ક્યાં છે, આમ નેતા કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્વેતા બ્રહ્મભટ્ટને આવકાર્યા હતાં.