ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેન્દ્રભાઈના આજના પ્રણામ શું સંકેત આપે છે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નમન નમન મેં ફેર હૈ... વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra modi )એ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંડળની શપથવિધિ ( Bhupendra Patel oath ceremony as Gujarat CM today ) સમારોહના અંતે ઝૂકીને બે વખત પ્રણામ કર્યા હતાં. આ પ્રણામ (PM Modi Bowed in Oath Ceremony Gandhinagar ) શેના હતાં?

નરેન્દ્રભાઈના આજના પ્રણામ શું સંકેત આપે છે
નરેન્દ્રભાઈના આજના પ્રણામ શું સંકેત આપે છે

By

Published : Dec 12, 2022, 6:35 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi )ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે તમામ જાહેરસભામાં ગુજરાતની જનતાને પ્રણામ પાઠવ્યા હતાં. જેમાં તેમણે કહ્યું હતું કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતાં અને તમને પ્રણામ પાઠવ્યા છે. આ પ્રણામ ગુજરાતની જનતાએ (Gujarat Assembly Election Results 2022 )સ્વીકાર્યા છે, અને નરેન્દ્રભાઈને 156 કમળની ભેટ આપી દીધી છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિમાં ઉપસ્થિત પીએમ મોદી

ઐતિહાસિક જીતના અસલી દાવેદારભારતીય જનતા પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો અને ટાર્ગેટ પણ મુક્યો હતો. જો કે સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લડાયેલી ચૂંટણીમાં 156 બેઠકો જીતીને રેકોર્ડ સર્જી દીધો છે. ભૂપેન્દ્રએ નરેન્દ્રનો 2002નો 127 બેઠકો જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો અને તેની સાથે 1985માં ખામ થીયરીવાળા કોંગ્રેસના મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.

બે રેકોર્ડ પ્રસ્થાપિત થયાં2022ની વિધાનસભાની ચૂંટણીએ બે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. ભાજપને કુલ 182 બેઠકોમાંથી જંગી કહી શકાય તેટલી 156 બેઠકો મળી, તે પ્રથમ રેકોર્ડ બન્યો છે અને ગુજરાતમાં કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હોય તેવો આ પ્રથમ રેકોર્ડ છે.

આપણાં નરેન્દ્રભાઈ... આપણાંપણું જીત અપાવી ગઈગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક જીતવાનો પ્રથમ શ્રેય આપવો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi )ને જ આપવો પડે. કેમ કે તેમણે 12 રોડ શો કર્યા અને 30 જાહેરસભા કરી છે. પ્રણામ પાઠવીને ગુજરાતની જનતા સાથે સીધો નાતો બાંધી રાખ્યો છે. ‘આપણાં નરેન્દ્રભાઈ’ એમ કહીને તેમણે પારિવારિક રીતે હું ગુજરાતનો છું અને તમારી પાસે માંગવા આવ્યો છું. તેમજ સ્થાનિક લોકોના નામ સાથે યાદ કર્યા અને ત્યારે એમ લાગતું હતું કે નરેન્દ્રભાઈ ભલે દિલ્હી ગયા હોય, પણ હજી તેમને ગુજરાતની ગલીઓ અને લોકોને નામ સાથે યાદ કરી રહ્યાં છે. આ આપણાંપણું નરેન્દ્ર મોદીને જીત અપાવી ગઈ છે.

સી આર પાટીલ નવા રાજકીય ચાણક્યત્યાર પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આખા ગુજરાતનો પ્રવાસ કરીને રોડ શો અને જાહેરસભાને સંબોધી હતી. તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પેજ કમિટી બનાવીને સમગ્ર વ્યૂહરચના ઘડી હતી. જૂના પ્રધાનોને ટિકિટ નહી આપીને નવા ઉમેદવારોને તક આપી છતાં પણ કોઈ રીતે ડેમેજ થયું નથી. ટિકિટ વહેંચણી વખતે નારાજગી હતી પણ ભાજપ એક પરિવારની જેમ ચૂંટણી લડીને જીત મેળવી છે. ગુજરાતની ચૂંટણી જીત્યા પછી ભારતીય રાજકારણમાં સી આર પાટીલ નવા ચાણક્યના રૂપમાં ઉભર્યા છે.

નરેન્દ્રભાઈના ફરીથી પ્રણામઆજે 12 ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 2 કલાકે ગુજરાતના વિકાસના રથના સારથી તરીકે ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કર્યા ( Bhupendra Patel oath ceremony as Gujarat CM today ) અને તેમના પછી તેમના 16 સભ્યોના પ્રધાનમંડળે શપથ લીધા હતાં. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra modi )એ બે વખત ઝૂકીને ગુજરાતની જનતા સામે પ્રણામ (PM Modi Bowed in Oath Ceremony Gandhinagar )કર્યા હતાં. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે હવે નરેન્દ્રભાઈ શાના પ્રણામ કરી રહ્યા છે.

આજના પ્રણામ શેના?નરેન્દ્રભાઈએ (PM Narendra modi ) શપથ સમારોહના અંતે જે પ્રણામ કર્યા તે 2024ના પ્રણામ છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી, ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠક હતી.જેમાં ગુજરાતે 26 લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવારને જીતીને લોકસભામાં મોકલ્યા હતાં. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો ગઢ જીતી લીધો છે, હવે લોકસભા ચૂંટણી 2024 ફરી જીતવી છે, માટે તેમણે ગુજરાતની જનતાને અને ભાજપના તમામ કાર્યકરોને પ્રણામ (PM Modi Bowed in Oath Ceremony Gandhinagar )કર્યા હતાં અને ગર્ભિત રીતે કહી દીધું હતું કે હવે લોકસભા જીતવાની તૈયારીઓ કરો અને એવા વિકાસના કામો કરો કે ગુજરાત ફરીથી 2019ની જેમ 2024માં 26માંથી 26 બેઠક આપે.

ભરત પંચાલ, બ્યૂરોચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

ABOUT THE AUTHOR

...view details