ગાંધીનગર: 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વની બે મહાસત્તા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભેગી થવાની છે, મહાસત્તાના નેતા અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી એક મંચ પર આવશે, સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે કઈ રીતે સરકારી તંત્રએ તૈયારી કરી છે તેની સમીક્ષા કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ખાસ અમદાવાદની મુલાકાત લેશે.
'નમસ્તે ટ્રમ્પ': કાર્યક્રમની સમીક્ષા કરવા PM મોદી અને અમિત શાહ અમદાવાદ આવશે - અમદાવાદ મોટેરા સ્ટેડિયમ
અમદાવાદમાં 24 ફેબ્રુઆરીના રોજ મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને સમીક્ષા કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ખાસ અમદાવાદની મુલાકાત લેશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા પણ અમદાવાદ એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઇ જ પ્રકારની ચૂક ન રહી જાય તેને ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પોતે રવિવારે સ્ટેડિયમની મુલાકાત લેશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને તૈયારી અંગેની સમીક્ષાઓ કરશે આ સાથે જ અમુક રજૂઆત કરીને ક્યાંક સુધારો વધારો કરાવી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આમ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને લઇને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે અને તમામ પ્રકારના આયોજન અને તૈયારીને લઈને ચર્ચા કરશે..