ગાંધીનગરઃ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીના ફોટા સાથેના સરકારની યોજનાઓ જાહેર કરતા પોસ્ટર મૂકવામાં આવ્યા ત્યારે લોકોએ રોષ વ્યક્ત કર્યો હોય તેમ બંનેના મોઢા સળગાવી નાખ્યા હતા.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે PM, CMના પોસ્ટર બાળ્યાં - Gandhinagar news
ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીના ફોટા સાથેના સરકારની યોજનાઓ જાહેર કરતા પોસ્ટર મૂકવામાં આવ્યા ત્યારે લોકોએ રોષ વ્યક્ત કર્યો હોય તેમ બંનેના મોઢા સળગાવી નાખ્યા હતા.
સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ વડાપ્રધાન મુખ્યપ્રધાનના ફોટા સાથેના સરકારની યોજનાઓ જાહેર કરતા પોસ્ટર મૂકવામાં આવ્યા છે, જેને અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવ્યા છે. લોકડાઉનનો રોષ કોઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે.
લોકડાઉનના કારણે અનેક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરપ્રાંતીયો પણ હવે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. પરિણામે લોકો સરકાર સામે રોષ વ્યક્ત કરતા હોય તેઓ સામે આવી રહી છે, ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ગેટ પાસે સરકારની યોજનાઓને ઉજાગર કરતા બેનર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટા મૂકવામાં આવ્યા છે ત્યારે લોકોએ વ્યક્ત કર્યો હોય તેમ બંનેના મોઢા સળગાવી નાખ્યા હતા.