- ગાંધીનગરમાં GJ 18ની પેટર્નમાં કુંડા ગોઠવવામાં આવ્યા
- ગાંધીનગર શહેરીજનોને તુલસીના છોડનું વિતરણ કરાયું
- છોડ થકી પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ સમજાવાયું
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર સેક્ટર 8 રંગમંચ ખાતે ભારતીય જનતા પાર્ટીના OBC મોરચા તથા ઋષિવંશી સમાજ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી 5 દિવસ સુધી 1 હજાર તુલસીના છોડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5,100 વૃક્ષો અને ગાંધીનગર શહેરમાં 1,000 વૃક્ષોને 1,000 તુલસીના છોડનું વિતરણ કારવામાં આવ્યું હતું.
વૃક્ષો ઓક્સિજન આપતા હોવાથી પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ સમજાવાયું
કોરોનાની બીજી લહેરમાં લોકોને ઓક્સિજનની મોટી માત્રામાં જરૂર પડી હતી. વૃક્ષો કુદરતી ઓક્સિજન ઉત્પાદન કરતા હોવાથી પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું. એટલે મોટી સંખ્યમાં વૃક્ષોનું વાવેતર કરીને શુદ્ધ ઓક્સિજન સમગ્ર જીવ સૃષ્ટિને મળે તે માટેનો પ્રયાસ સામાજિક સંગઠનો અને રાજકીય સંગઠકનો, સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તુલસીના છોડ આરોગ્યની દ્રષ્ટિએ ઘણા ફાયદાકારક છે.