ગુજરાત

gujarat

By

Published : Jan 4, 2023, 9:00 PM IST

Updated : Jan 4, 2023, 9:19 PM IST

ETV Bharat / state

રાજ્યના યાત્રાધામોમાં 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરતા મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની (Pilgrimage Development Master Plan) સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી છે. રાજ્યના યાત્રાધામોમાં 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં 24x7 હાઇ એન્ડ સ્વછતા જાળવણી માટે 17 કરોડનું બજેટ ફાળવાયુ છે. (Gandhinagar CM Bhupendra Patel meeting)

રાજ્યના યાત્રાધામોમાં 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરતા મુખ્યપ્રધાન
રાજ્યના યાત્રાધામોમાં 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરતા મુખ્યપ્રધાન

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની (Pilgrimage Development Master Plan)સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ, 28 અન્ય મહત્વના યાત્રાધામો અને 358 જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.(Gandhinagar CM Bhupendra Patel meeting)

26 કામો 152.55 કરોડના ખર્ચે પ્રવાસન યાત્રાધામ સચિવ હારિત શુકલા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મુખ્યપ્રધાને યાત્રાધામ વિકાસ બોર્ડની ગતિવિધિઓથી અવગત કર્યા હતા. મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ બેઠકમાં સહભાગી થયા હતાં. રાજ્યના 64 યાત્રાધામોમાં 334 કરોડના વિકાસ પ્રોજેક્ટસ મંજૂર કરવામાં આવેલા છે. તે પૈકી 26 કામો 152.55 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. તેમજ 38 કામો માટે મળેલી મંજૂરી અન્વયે 177.80 કરોડના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. (Yatradham Development Board)

આ પણ વાંચોરાજ્યમાં પાણીના સ્તર સુધારવા ચેકડેમનું સમારકામ, પાણીની ઘટ ન થાય એવું આયોજન

સર્વગ્રાહી વિકાસ માસ્ટર પ્લાનીંગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના 8 પવિત્ર યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ, માધવપુર કૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ માસ્ટર પ્લાનીંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહિ, માતૃતર્પણ તીર્થ ક્ષેત્ર સિદ્ધપૂર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા સ્થાનકોના પણ સર્વાંગી વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના અનુસાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના સ્થાનકોના ગબ્બર ફરતે મંદિરો નિર્માણ થયા છે. આ 51 શક્તિપીઠનો ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ પણ આગામી દિવસોમાં યોજાશે. (Comprehensive development master planning)

349 ધાર્મિક સ્થાનોમાં સિસ્ટમ આ સાથે કંથારપૂર ઐતિહાસિક વડના પ્રથમ તબક્કાના 6 કરોડના વિકાસ કામો, માધવપૂરમાં 48 કરોડના વિકાસ કામો, માતાના મઢ ખાતે 32 કરોડના વિકાસ કામોના કાર્ય આયોજનની પણ વિસ્તૃત રૂપરેખા આ બેઠકમાં આપવામાં આવી હતી. યાત્રાધામોની સૌર ઊર્જાથી પ્રકાશિત કરીને વીજ ખર્ચ બચત માટેની જે પહેલ ગુજરાતમાં કરવામાં આવેલી છે. તેમાં 349 ધાર્મિક સ્થાનોમાં આવી સિસ્ટમ કાર્યરત છે. આના પરિણામે વાર્ષિક 3 કરોડ રૂપિયા જેટલી વીજ ખર્ચની બચત થાય છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોસરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા

હાઇ એન્ડ ક્લીનલીનેસ માટે સુચન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામોમાં 24x7 સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુસર હાઇ એન્ડ ક્લીનલીનેસ માટે પણ આ બેઠકમાં સૂચન કર્યુ હતું. રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને વિવિધ તીર્થ સ્થાનોના દર્શનનો લાભ આપવા શરૂ કરેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો 1 લાખ 18 હજાર યાત્રાળુઓએ લાભ અત્યાર સુધીમાં લીધો છે. તેની વિગતો પણ બેઠકમાં રજુ કરવામાં આવી હતી.

Last Updated : Jan 4, 2023, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details