ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ઊંચી બિલ્ડીંગનું દિવા-સ્વપ્ન થયું સાકાર, હવે 70 માળની બિલ્ડીંગ બનાવવાની મંજૂરી - 70 માળની બિલ્ડીંગ બનાવવાની મંજૂરી

જે રીતે દુબઈ, સિંગાપુર અને વિદેશોમાં 70 મારા કરતા પણ ઊંચી બિલ્ડિંગ અને ઇમારતો હોય છે, તેવી જ બિલ્ડીંગ અને ઇમારતોની પરવાનગી ગુજરાત સરકારે કરી છે, જેમાં હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં 70થી વધુ માળની ઇમારતોનું નિર્માણ કરી શકાશે.

permission-to-construct-a-70-storey-building-in-gujarat
હવે 70 માળની બિલ્ડીંગ બનાવવાની મંજૂરી

By

Published : Aug 18, 2020, 12:36 PM IST

ગાંધીનગર: જે રીતે દુબઈ, સિંગાપુર અને વિદેશોમાં 70 મારા કરતા પણ ઊંચી બિલ્ડિંગ અને ઇમારતો હોય છે, તેવી જ બિલ્ડીંગ અને ઇમારતોની પરવાનગી ગુજરાત સરકારે કરી છે, જેમાં હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં 70થી વધુ માળની ઇમારતોનું નિર્માણ કરી શકાશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ઊંચી ઇમારતો માટેના નિયમો મંજૂર કર્યા છે, જેમાં કેટલીક મહત્વની જોગવાઈ પણ કરાઈ છે.

1. ઊંચી બિલ્ડીંગની આ જોગવાઈ 100 મીટરથી વધુ ઊંચાઈના બિલ્ડીંગ્સને લાગુ થશે, તેમજ બિલ્ડીંગની લઘુત્તમ પહોળાઈ અને ઊંચાઈ 1:9 હોય તેને લાગુ પડશે.

2. D1 કેટેગરીમાં AUDA, SUDA, GUDA, RUDA, અને GUDAના વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે.

3. આ પ્રકારની બિલ્ડીંગની ચકાસણી માટે સ્પેશ્યલ ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવશે

4. સત્તા મંડળમાં અરજી કર્યા બાદ સ્પેશિયલ ટેકનિકલ કમિટી દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે

5. 30 મીટર પહોળાઈના કે તેથી વધુ પહોળાઈના ડી.પી.,ટી.પી.ના રસ્તા પર જ પરવાનગી આપવામાં આવશે

6. 100થી 150 મીટર ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઈઝ 25,000 ચોરસ મીટર

7. 150 મીટરથી વધુ ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઈઝ 3500 ચોરસ મીટર

8. મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે, જેમાં જે તે ઝોનની બેઇઝ FSI અને FSI તરીકે તથા બાકી FSI પ્રીમિયમ-ચાર્જેબલ FSI તરીકે મળશે તેમાં પ્રીમિયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર ખુલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રી દર ગણાશે

9. રહેણાંક વાણીજ્ય રિક્રિએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મિક્સ યુઝ વપરાશ મળવાપાત્ર થશે.

10. પાર્કિંગમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગની ફેસીલીટી ફરજિયાત રાખવાની રહેશે

11. વિન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે

ગુજરાતમાં ઊંચી બિલ્ડીંગનું દિવા-સ્વપ્ન થયું સાકાર, હવે 70 માળની બિલ્ડીંગ બનાવવાની મંજૂરી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ વધાવ્યા હતા. સાથે જ આ નિયમ લાગુ થવાથી મકાનોના ભાવમાં ઘટાડો જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details