- રાજ્ય સરકારે રાવણ દહનની આપી પરવાનગી
- 400 લોકોની મર્યાદામાં થશે રાવણ દહન
- શુક્રવારે થશે, રાજ્યભરમાં રાવણ દહન
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે તાત્કાલિક ધોરણે 400 વ્યક્તિની મર્યાદામાં નવરાત્રી ઉજવણી માટેની પરવાનગી આપી દીધી હતી. ત્યારે હવે શુક્રવારના રોજ દશેરાનો તહેવાર છે અને રાવણ દહનના કાર્યક્રમ રાજ્યના અનેક જિલ્લાઓમાં થાય છે ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 400 વ્યક્તિની મર્યાદામાં રાવણ દહન ઉજવણીની મંજૂરી આપવાની જાહેરાત કરી છે.
શેરી ગરબાની આપવામાં આવી હતી મંજૂરી
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર ધાર્મિક તહેવારમાં છૂટ આપી રહી છે, નવરાત્રિ પર્વની ઉજવણી માટે પણ શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપી હતી. ત્યારબાદ આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આગામી 15 ઓક્ટોબરના રોજ દશેરા છે. ત્યારે સરકારે રાવણ દહનને છૂટ આપી છે. રાવણ દહનની 400 વ્યક્તિઓ સાથે છૂટ આપવામાં આવી છે.