ગાંધીનગર : કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લોકડાઉનમા છે. રાજ્યમાં મજૂરી કરીને વતનથી દૂર રહેતા લોકો લોકડાઉનના આદેશના પગલે જ હિજરત કરી હતી. ત્યારબાદ સરકારે હિજરતીઓ ઉપર રોક લગાવતા અનેક મજૂરી કરતા લોકો શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું હતું. ગરીબોની સ્થિતિ વધુ વણસે નહીં તે માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ગાંધીનગર પાસે આવેલા અડાલજ 'ટહુકાની ચેહર' ધામ દ્વારા ગરીબો ઉપર મ્હેર કરવામાં આવી છે.
કોરોના કહેર વચ્ચે રોજ 10 હજાર લોકો પર થઇ ટહુકાની માં ચેહરની મ્હેર - ગાંધીનગર
રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. મજૂરો શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું રહેતા લોકોનું જીવન દોહ્યલું બની ગયું છે, ત્યારે ગાંધીનગર પાસે અડાલજમાં આવેલા 'ટહુકાની ચેહર' ધામ દ્વારા અમદાવાદ માણસા કડી દહેગામ સહિતના વિસ્તારોમાં રહેતા લોકો ઉપરમાં ચેહરની મ્હેર જોવા મળી રહી છે.
![કોરોના કહેર વચ્ચે રોજ 10 હજાર લોકો પર થઇ ટહુકાની માં ચેહરની મ્હેર કોરોના કહેર વચ્ચે રોજ 10 હજાર લોકો પર થઇ ટહુકાની માં ચેહરની મ્હેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6692998-963-6692998-1586233760585.jpg)
ટહુકાની ચેહર ધામમાં સેવા આપતા રાજદીપસિંહ ગોલએ કહ્યું કે, ચેહર માતાજીના ભુવાજી સતિષભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં જ્યારથી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારથી અહીંયા બે ટાઈમ ટાઈમ રસોડું બનાવવામાં આવે છે. રોજ 7થી 10 હજાર લોકોનું ભોજન તૈયાર કરાઇ છે. દરરોજ અલગ અલગ ભોજન બનાવવામાં આવે છે. જ્યારે 5 હજાર કરતાં વધુ ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવે છે. દસ ગાડીઓ અમદાવાદ, ગાંધીનગર, કડી, કલોલ, માણસા અને દહેગામ વિસ્તારમાં જરૂરિયાત મુજબ મોકલવામાં આવે છે.
સેવાકીય કાર્યમાં અલગ-અલગ સમાજમાંથી આવતા 50 કરતા વધુ સેવાના ભેખધારી પોતાની નિષ્ઠા પૂર્વક સવારથી લઈને સવારથી લઈને પૂર્વક સવારથી લઈને સવારથી લઈને સાંજ સુધી ખડે પગે સેવા આપી રહ્યા છે, અમે અપીલ પણ કરીએ છીએ કે, ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબો સુધી સેવા પહોંચતી ન હોય તો જિલ્લા તંત્રમાં અમારો કોન્ટેક નંબર આપવામાં આવ્યો છે. જો અમારો સીધો સંપર્ક કરવામાં આવશે તો પણ તેમના સુધી મા ચેહરના પ્રસાદ સ્વરૂપે તેમને ભોજન પહોંચાડવામાં આવશે.