ગુજરાત

gujarat

ETV Bharat / state

Pavagadh Mahakali Temple : 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ સાથે પાવાગઢના વિકાસની ગતિ તેજ થશે

પવિત્ર યાત્રાધામ પાવાગઢ મંદિર વિકાસ માટે 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ (Various projects worth 183 crore for Development )ધરાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાવાગઢમાં યાત્રાળુઓની સુવિધા પ્રવાસન વિકાસ કામગીરીની સમીક્ષા કરી હતી. ફેબ્રુઆરી 2023માં એક સપ્તાહ સુધી પાવાગઢમાં એન્ડવેન્ચર એક્ટિવિટીઝ (Endventure Activities in Pavagadh)નું આયોજિત થશે.

Pavagadh Mahakali Temple :  183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ સાથે પાવાગઢના વિકાસની ગતિ તેજ થશે
Pavagadh Mahakali Temple : 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ સાથે પાવાગઢના વિકાસની ગતિ તેજ થશે

By

Published : Jan 21, 2023, 9:04 PM IST

ગાંધીનગર :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી.

સીએમ સમક્ષ પ્રેઝન્ટેશન: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ કામગીરીના થયેલા વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે 13 કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ પંચમહોત્સવ ઉજવાય છે તે સ્થળ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે 80 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે.

હેરિટેજ સાઇટ વિકાસ : એટલું જ નહી, ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂપિયા 33 કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ થવાના છે. આમ સમગ્રતયા પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-3 અને ફેઝ-4 નો કુલ મળીને રૂ. 183.35 કરોડનો ખર્ચ આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે.

સમીક્ષા બેઠક: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમાર, સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, પ્રવાસન અગ્ર સચિવ હારિત શુકલા તથા યાત્રાધામ વિકાસ બોર્ડના રાવલ અને પંચમહાલ જિલ્લા કલેકટર મયાત્રા, વરિષ્ઠ અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલટન્ટસ વગેરે સહભાગી થયા હતાં.

એડવેન્ચર એક્ટિવીટીઝ: આ બેઠકમાં જણાવાયું હતું કે, પાવાગઢ ખાતે આવનારા નવયુવાઓ અને રમતપ્રેમી નાગરિકોના મનોરંજન માટે એડવેન્ચર એક્ટિવીટીઝ પણ હાથ ધરવામાં આવી રહીં છે. આગામી તા.11 ફેબ્રુઆરીથી તા. 17 ફેબ્રુઆરી, 2023 દરમ્યાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને કલેકટર, પંચમહાલના સંયુકત સંકલનથી પાવાગઢ ખાતે હોટ એર બલુન, પેરાગ્લાઇડીંગ, રોક કલાઇમ્બિંગ, પેરાશૂટ, પેરા મોટરીંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો: અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા વર્ષે રૂ.179 કરોડના ખર્ચે ફોર લેન હાઇવે, માંચી ચોકથી મંદિર પરિસર સુધીના પગથીયાનું નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સગવડ તથા સમગ્ર મંદિર પરિસરનું પુનઃનિર્માણ કરી યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે.

50 લાખ કરતા વધુ યાત્રિકો આવ્યાં:18 જૂન 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજારોહણ થયું હતું. ત્યાર બાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિનપ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 મહિનામાં જ 50 લાખ કરતા વધુ યાત્રિકોએ પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

માર્ગદર્શક સૂચનો કર્યા:પાવાગઢ દર્શન માટે યાત્રિકોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના સંદર્ભમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસના કામો ઝડપથી આયોજનબદ્ધ રીતે હાથ ધરાય તે માટે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details