વિધાનસભામાં સત્રના પહેલા દિવસે જ પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં માહોલ ગરમાયો હતો. જેના કરણે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. જેનો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની રજૂઆત કરી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરતાં આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની માગ કરી હતી.
ભાજપ બહુમતી જોરે લોકોનો અવાજ દબાવી રહી છેઃ પરેશ ધાનાણી - પરેશ ધાનાણી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. જેના પગલે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. ત્યારે રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષની વાતને નકારતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની માગી કરી હતી. સાથે નોટબંઘી અને GSTનો વિરોધ કરતાં કથળાયેલી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
પરેશ ધાનાણી
આ ઉપરાંત તેમણે CAA અને NPR વિશે વાત કરતાં ભાજપના નિર્ણયનો વખોડ્યો હતો. અને આ કાયદો ભારતીય એક્તાનો ભંગ કરતો હોવાનું જણાવ્યું હતું.