ETV Bharat / state
લોકડાઉન 3.0 : લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ, જુઓ ક્યાં ઝોનમાં કેટલી છૂટ? - ગાંધીનગર ન્યુઝ
અમદાવાદ કેન્દ્ર સરકારે 17 મે સુધી લોક ડાઉન વધાર્યું છે. લોક ડાઉન પાર્ટ-3માં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અન ગ્રીન ઝોન અનુસાર કેટલીક છૂટ આપવામાં આવી છે. દેશમાં ટ્રાન્સપોર્ટેશન પહેલાની જેમ બંધ રહેશે. ટ્રેન અને પ્લેન સેવા શરૂ કરાશે નહી. મેટ્રો સેવાઓને પણ બંધ રખાશે. કોઈપણ પ્રકારના મૉલ અને સિનેમા હોલમાં ભીડ થતી હોવાથી તેને ખોલવાની મંજૂરી અપાઈ નથી. તમામ મંદિરો, મસ્જિદો અને ચર્ચ બંધ રહેશે.
લોકડાઉન 3.0
By
Published : May 3, 2020, 3:57 PM IST
| Updated : May 4, 2020, 10:09 AM IST
રેડ ઝોન
- રેડ ઝોનમાં મોટાભાગની પ્રવૃતિઓ પર પ્રતિબંધ રહેશે
- સાઈકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહી થાય
- અહીંયા એક જિલ્લામાંથી બીજા જિલ્લા વચ્ચે બસ સેવા બંધ રહેશે
- સ્પા, સલૂન અને નાઈની દુકાન બંધ રહેશે
- પાન-મસાલાની દુકાનો પર પ્રતિબંધ
ઓરેન્જ ઝોન
- ટેક્સી અને કેબ સેવાની મંજૂરી આપવામાં આવશે, પણ ડ્રાઈવર સાથે એક જ પેસેન્જર બેસીને સફર કરી શકશે
- વ્યક્તિઓ અન વાહનોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાઆવવા માટે માત્ર કેટલીક ગતિવિધિઓ માટે જ પરવાનગી આવવામાં આવશે
- ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઈવર સિવાય વધુમાં વધુ 2 પેસેન્જ રહેશે.
- પાન-મસાલાની દુકાનો પર પ્રતિબંધ
ગ્રીન ઝોન
- ગ્રીન ઝોનમાં દારૂ અન પાનની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, પણ બધાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. અને એક સાથે પાંચથી વધારે લોકો ઉપસ્થિત નહી રહી શકે
- સ્કુલ, કૉલેજ, સંસ્થાઓ, હોસ્પિટાલિટી સર્વિસ, હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે
- કોઈપણ પ્રકારના રાજનીતિક, સાસ્કૃતિક અને સામાજિ કાર્યક્રમો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
- ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ રહેશે
- ગ્રીન ઝોનમાં તમામ મોટી આર્થિક ગતિવિધિઓને છૂટ અપાઈ છે. ઓફિસ અન ફેકટરીઓ કેટલીક શરતો સાથે શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.
- તમામ ઓફિસ અને ફેકટરીઓમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે
- કાર્યસ્થળને સમય સમયે સેનેટાઇઝ કરવું પડશે
- ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઔદ્યોગિક અન નિર્માણ ગતિવિધિઓ જેમાં મનરેગા કાર્ય, ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતી ફેકટરીઓ અને ઈંટના ભઠ્ઠાને મંજૂરી અપાઈ છે.
- પાન-મસાલાની દુકાનો પર પ્રતિબંધ
Last Updated : May 4, 2020, 10:09 AM IST