દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીની 2જી ઓક્ટોબરના રોજ 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંકલ્પ લેવડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશ અને રાજ્યમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવશે. તેની સાથે-સાથે તમામ શાળા-કોલેજમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે પ્લાસ્ટિકમાંથી બનાવેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીશું નહિ તેવા સંકલ્પ પણ લેવડાવવામા આવશે.
રાજ્યની શાળાઓમાં એક દિવસ ખાદી પહેરવાનો આદેશ, બાપુની જન્મ જયંતિએ શિક્ષકો ખરીદશે ખાદી - વૃક્ષારોપણ
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં 2જી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવશે. બાપુના જીવન કવનને એક દિવસ માટે ઉજાગર કરવામાં આવશે. તેમના નિયમોનું પાલન કરવાના આદેશો આપવામાં આવશે, ત્યારે દર વર્ષે મહાત્મા ગાંધીના જન્મ દિવસે નેતાઓ દ્વારા ખાદી ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા શાળામાં એક દિવસ ખાદીના વસ્ત્રો પહેરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇને આગામી બાપુની જન્મ જયંતીએ રાજ્યના તમામ શિક્ષકો ખાદીની ખરીદી કરશે.
શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, બીજી ઓક્ટોબરના રોજ શાળાના તમામ શિક્ષકો દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવે આ ઉપરાંત દર મંગળવારે ખાદીના વસ્ત્રો પહેરવાનો ત્રણ વર્ષ પહેલા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ, શિક્ષકો સરકારની ગુડ બુકમાં નામ નોંધાવવા માટે ખાદીની ખરીદી કરતા હોય છે. પરંતુ, દર મંગળવારે ખાદીના વસ્ત્રો પહેરતા નથી. ફરીથી એક વખત 2જી ઓક્ટોબરના રોજ સ્વર્ગીય મહાત્મા ગાંધીની આંખમાં ધૂળ નાખવા માટે તેમના વિચારોને જાળવી રાખવામાં આવે છે. તેવા દેખાડા કરવા માટે બીજી ઓક્ટોબરના રોજ તમામ શિક્ષકોને ખાદી ખરીદવા માટે આદેશ આપવામાં આવ્યો છે.