ગુજરાત

gujarat

અમદાવાદમાં CAA મુદ્દે વિરોધ યથાવત રહશે: ગ્યાસુદીન શેખ

By

Published : Mar 3, 2020, 9:03 PM IST

ખંભાતના મુદ્દે ગુજરાત વિધાનસભાગૃહમાં 116ની નોટિસ પ્રમાણે ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે પક્ષ અને વિપક્ષ દ્વારા અમદાવાદની હિંસાને લઇને પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે સીએએના વિરોધમાં અમદાવાદમાં ધરણા પ્રદર્શન ગાંધીજીના માર્ગે ચાલુ જ રહેશે.

અમદાવાદમાં CAA મુદ્દે વિરોધ યથાવત રહશે : ગ્યાસુદીન શેખ
અમદાવાદમાં CAA મુદ્દે વિરોધ યથાવત રહશે : ગ્યાસુદીન શેખ

ગાંધીનગર: ખંભાતના મુદ્દે વિધાનસભાગૃહમાં 116ની નોટિસ પ્રમાણે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે પક્ષ અને વિપક્ષ દ્વારા અમદાવાદની હિંસાને લઇને પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે સીએએના વિરોધમાં અમદાવાદમાં ધરણા પ્રદર્શન ગાંધીજીના માર્ગે ચાલુ જ રહેશે શેખે વધુમાં જણાવ્યું હતું કે સીએએ અને એન.આર.સી.સી આવશે, તેવું સરકાર ગૃહમાં કહી રહી છે. અમે અયોગ્ય લાગશે તો વિરોધ ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલન કરી શકીએ છીએ. અમારા હિતમાંથી નથી તેવું લાગે છે. એટલે અમે વિરોઘ કરીશું. જેનો અમને અઘિકાર છે. અમદાવાદમાં ચાર–પાંચ જગ્યાએ મહિલાઓ વિરોઘ કરી રહી છે. જે વિરોઘ શાંતિ માર્ગે કરી રહ્યાં છે. કયાંય ઉશ્કેરાટ નથી. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની વિકૃતિ રહી છે કે હિન્દુ – મુસ્‍લિમ લડવા માંગતા નથી. તેમની વાણી અને વર્તન થકી લોકોને ઉશ્કેરણી કરી રહ્યાં છે. તેઓ જ હિન્દુ – મુસ્‍લિમને એક થવા દેવા માંગતા નથી. ભટકાઉ ભાષાણ માટે કડક શિક્ષાની જોગવાઇ કરવા માટેનો કાયદો સરકાર નહીં લાવે તો હાઇકોર્ટમાં હું રીટ કરીશ.

લકી રેસ્‍ટોરન્ટ પાસે થયેલી ઘટના સમયે મેં હાથ જોડી લોકોને ત્યાંથી નીકળી જવા માટે અપીલ કરી છે. તેના વિઝયુલ સરકાર પાસે છે. સરકારે અભિનંદન આપવા જોઇએ. તેની જગ્યાએ આક્ષેપ મુકવામાં આવે છે. લોકોને સમજવાનું કામ હૂ અને મારી ટીમ ઉમદા ભાવથી કરી રહ્યાં છે. આ બાબતે ભૂલ સરકારની છે, તેવો આક્ષેપ કરી કહ્યું હતું કે, સરકાર વિરોધ કરવાની જગ્યા કેમ નથી આપતી. કોઇ દિવસ ભાજપના નેતાઓ બહાર આવ્યાં છે. તેમને પથ્થરથી ઇજાઓ થઇ છે. મને પથ્થરથી ઇજાઓ થઇ છે. રામમંદિર, બાબરી મસ્‍જિદ, સીએએ જેવા વિવિઘ મુદ્દાઓ પર રાજકરણ તેમણે કરી લીઘું છે. પ્રજા જાગૃત બની છે. તેનું પરિણામ મહારાષ્‍ટ્ર જેવા રાજયની ચૂંટણીઓ છે. સુપ્રીમ કાર્ટના ચૂકાદાને પ્રજાએ સ્‍વીકારી લીઘો છે. કોઇ સમાજે વિરોઘ કર્યો નથી.

ABOUT THE AUTHOR

...view details