ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરિયા ખાતરની માંગ સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કૃષિપ્રધાનને પત્ર લખ્યો - Fertilizers for farmers

ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં આવે છે ત્યારે યુરિયા ખાતર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી માગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુને પત્ર લખ્યો હતો.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની માગ સાથે કૃષિપ્રધાન ફળદુને લખ્યો પત્ર
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની માગ સાથે કૃષિપ્રધાન ફળદુને લખ્યો પત્ર

By

Published : Jul 17, 2020, 6:30 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને ખેડૂતોને યૂરિયા ખાતર તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં આવે તેવી માગ સાથે એક પત્ર લખ્યો હતો.

જેમાં તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થયો છે ત્યારે ખેડૂત ચાલુ વર્ષે પોતાના ખેતરમાં સારૂં અને વધુ ઉત્પાદન મેળવે તે માટે અત્યંત જરૂરી એવા યૂરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

યૂરિયા ખાતર મેળવવા ખેડૂતોને પોતાનું ખેતી કામ પડતું મૂકીને સહકારી મંડળીએ ખાતર માટે સવારથી લાઈનમાં બેસવું પડે છે અને ત્યાં ખાતર ન મળતા ખેડૂતોએ તંત્ર સાધના જિલ્લા મથકે જવાનો વારો આવે છે .

આમ અમરેલી જિલ્લામાં ખેડૂતોને પડતી હાલાકીને પગલે રાજ્ય સરકાર દ્વારા જોગવાઈ કરી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યૂરિયા ખાતર મળી રહે તેવી માગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કૃષિપ્રધાન આર.સી.ફળદુને પત્ર લખીને રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details