ગાંધીનગર:સુદાન દેશમાં ગૃહ યુદ્ધનો માહોલ છે ત્યારે અનેક ભારતીયો સુદાન દેશમાં ફસાયેલ છે. હાલમાં 72 કલાલ યુદ્ધ વિરામ છે ત્યારે જેટલા પણ ભારતીય સુદાનમાં ફસાયા છે તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 'ઓપરેશન કાવેરી' કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 38 લોકો સુદાનમાં ફસાયા છે અને આ તમામ લોકો મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચશે તેવી જાહેરાત રાજ્યના NRG વિભાગના રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.
હર્ષ સંઘવીએ શું કરી જાહેરાત?:રાજ્ય સરકારમાં NRG વિભાગના રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, 'સુદાનમાં હાલમાં લશ્કરી અને લશ્કરી વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં દુનિયાભરના અનેક દેશોના નાગરિકો સુદાનમાં ફસાયા છે. ભારત સરકાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના અન્ય દેશોના નાગરિકો કરતા ભારત દેશના નાગરિકોને સૌથી પ્રથમ બહાર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.'
ઓપરેશન કાવેરી:જેમાં ઓપરેશન કાવેરીના માધ્યમથી અને તમામ ભારતીયોને ભારતની ધરતી ઉપર પરત લાવવામાં આવી રહ્યા છે. આજે મોડી રાત્રે 38 લોકો ગુજરાતીઓ છે કેન્દ્ર સરકારની મદદથી આ તમામ ગુજરાતીઓ આ મોડી રાતે મુંબઈ પરત લાવવામાં આવશે. આ તમામ ગુજરાતીઓને ગુજરાતમાં પોતાના ઘર સુધી લાવવા માટેની પણ રાજ્ય સરકારે બિન ગુજરાતી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'