ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીના ભાવની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી દીધી છેઃ રાઘવજી પટેલ - મુખ્ય પ્રધાન

અત્યારે ગુજરાતમાં ડુંગળીના ભાવોને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો અને ડુંગળીની નિકાસ કરતા વેપારીઓ પોતાની મુશ્કેલીની રજૂઆત માટે ગાંધીનગર દોડી આવ્યા હતા. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક પણ કરવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Onion Price Issue Farmers APMC Raghavjee Patel

ડુંગળીના ભાવની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી દીધી છે
ડુંગળીના ભાવની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી દીધી છે

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 8:20 PM IST

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે

ગાંધીનગરઃ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે ડુંગળીના ભાવોને લઈને વિરોધ કરી રહ્યા છે. અનેક ઠેકાણે ખેડૂતોએ ડુંગળીને રોડ પર વેરીને વિરોધ દર્શાવ્યો છે. આ મુદ્દે સૌરાષ્ટ્રની અનેક એપીએમસીના ચેરમેન રાજ્ય સરકારને રજૂઆત કરવા ગાંધીનગર આવી પહોંચ્યા હતા. આ ચેરમેન અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ વચ્ચે સ્વર્ણિમ સંકુલ-1માં બેઠક પણ થઈ હતી.

કેન્દ્ર સરકારને રજૂઆતઃ ગાંધીનગર ખાતે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને સૌરાષ્ટ્રમાં આવેલ એપીએમસી ચેરમેન વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં રાજકોટ, ગોંડલ, મહુવા જેવી સૌરાષ્ટ્રની એપીએમસીના ચેરમેને ભાગ લીધો હતો. આ ચેરમેન દ્વારા કૃષિ પ્રધાનને ડુંગળીના ખેડૂતોની મુશ્કેલીઓનું વર્ણન કરવામાં આવ્યું. ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળે તો શું હાલત થાય તે પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી. આપણા દેશમાં સમગ્ર વર્ષ ડુંગળીની સતત આવકને પરિણામે લોકો ડુંગળી ખરીદીને ખાઈ શકે છે તે અન્ય દેશો કરતા સારી સ્થિતિ છે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. રાઘવજી પટેલે આ બેઠકમાં એપીએમસી ચેરમેન અને ખેડૂતોને આ સમસ્યા નિવારણની હૈયાધારણ પણ આપી છે.

આજે સૌરાષ્ટ્રની એપીએમસી ચેરમેન સાથે બેઠક થઈ હતી. મેં આ મુદ્દે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. ખાતર પ્રધાન મનસુખ માંડવિયાનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ કેન્દ્ર સરકારને આ મુદ્દે વાત કરવાના છે...રાઘવજી પટેલ(કૃષિ પ્રધાન)

ખેડૂતોની તકલીફોઃઆપણા દેશના ખેડૂતો અને કુદરતના ગોઠવાયેલા ચક્રને પરિણામે લોકોને આખુ વર્ષ કિફાયતી કિંમતે ડુંગળી મળે છે. આમ જણાવીને મહુવા એપીએમસી ચેરમેને ખેડૂતોને ડુંગળી પકવવામાં પડતી મુશ્કેલીઓનું પણ વર્ણન કર્યુ હતું. ખેડૂતોને ડુંગળીના સ્ટોરેજ અને ઉત્પાદનમાં પડતી તકલીફો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમજે તેવો સૂર બેઠકમાં ઉઠ્યો હતો. ખેડૂતોની અત્યારની જે સ્થિતિ થઈ છે તે બાબતે પણ સત્વરે પગલા ભરવામાં આવે અને પરિસ્થિતિને હળવી બનાવાય તેવી માંગણી કૃષિ પ્રધાન સમક્ષ કરવામાં આવી હતી.

ડુંગળી ઉત્પાદનને સરકાર સમજતી ન હોવાનું લાગે છે. સમગ્ર વિશ્વમાં ભારતના લોકોને જ આખુ વર્ષ ડુંગળી કિફાયતી કિંમતે ખાવા મળે છે. બાંગ્લાદેશ જેવા ગરીબ દેશના લોકો 150 રુપિયે કિલો ડુંગળી ખાય છે. ડુંગળી પકવતો ખેડૂત ઉત્પાદન અને સ્ટોરેજમાં બહુ મુશ્કેલીઓ વેઠે છે. ડુંગળીના ઉત્પાદ અને સ્ટોરેજમાં ખેડૂતને ટોટલ લોસનું જોખમ રહેલું છે...ઘનશ્યામ પટેલ(ચેરમેન, મહુવા એપીએમસી)

  1. 'ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો, સરકાર ડૂંગળીમાં નિકાસબંધી પાછી લે' - શક્તિસિંહ ગોહિલ
  2. ગોંડલમાં ખેડૂતોનો વિરોધ યથાવત, રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવતા 10 ખેડૂતોની અટકાયત

ABOUT THE AUTHOR

...view details