ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ‘વન નેશન વન રાશન’ યોજના લાગુ, કેબિનેટમાં કરાયો નિર્ણય: જયેશ રાદડિયા - ગાંધીનગર

કોરોના વાઇરસના કારણે લોકડાઉન ખૂબ જ મહત્વ રહ્યું હતું, ત્યારે લોકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકારે મહત્વના અનેક નિર્ણયો પણ કર્યા હતા. બુધવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 10 જુલાઈથી રેગ્યુલર અનાજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં વન નેશન વન રાશન યોજના લાગુ, કેબિનેટમાં કરાયો નિર્ણય: જયેશ રાદડિયા
ગુજરાતમાં વન નેશન વન રાશન યોજના લાગુ, કેબિનેટમાં કરાયો નિર્ણય: જયેશ રાદડિયા

By

Published : Jul 8, 2020, 4:49 PM IST

ગાંધીનગર: બુધવારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાબતે રાજ્યના અને પુરવઠા વિભાગના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, 10 જુલાઈથી રેગ્યુલર અનાજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના માટે પાંચ માસ માટે જે વિતરણ શરૂ કરવાનું હતું તે 25 જૂલાઇથી શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં વન નેશન વન રાશન યોજના લાગુ, કેબિનેટમાં કરાયો નિર્ણય: જયેશ રાદડિયા

લોકડાઉનના કારણે રાજ્ય સરકારે ઓફલાઈન વિતરણ શરૂ કર્યું હતું. હાલ વર્તમાન સમયમાં અનલોક-2 અમલમાં છે. ત્યારે બુધવારની કેબિનેટ બેઠકમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં પણ ઓફલાઈન વિતરણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે દેશમાં એક દેશ એક રાશનની યોજના છે તે પણ ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવી છે.

જયેશ રાદડિયાએ એક દેશ એક રાસન બાબતે જણાવ્યું કે, ગુજરાતમાં કેન્દ્ર સરકારની આ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં હવે કોઈ પણ રાજ્યનો રેશનકાર્ડ ધારક ગુજરાતની કોઈ પણ રાશનની દુકાન પરથી પોતાનો અનાજનો જથ્થો મેળવી શકશે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાના લોકો બીજા જિલ્લામાંથી પણ રાશનનો જથ્થો મેળવી શકશે.

ABOUT THE AUTHOR

...view details