ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના સાદરામાં દીવાલ ધસી, એકનું મોત, 4 ઘાયલ - GDR

ગાંધીનગરઃ સાબરમતી નદીના કિનારે આવેલા સાદરા ગામમાં બુધવારના રોજ બપોરના સમયે એક મકાનની દીવાલ ધસી પડતા કામ કરતાં પાંચ મજૂર દબાઈ ગયા હતા. જેમાં એક 40 વર્ષીય મજુરનું મોત થયું હતું, જ્યારે બે મહિલા અને બે પુરુષ મજુર ઇજાગ્રસ્ત થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

સ્પોટ ફોટો

By

Published : Jun 5, 2019, 5:03 PM IST

Updated : Jun 5, 2019, 5:19 PM IST

ગાંધીનગરના સાદરામાં મહેન્દ્રભાઈ ખોડીદાસ મોદીના મકાનનું કામ ચાલી રહ્યું હતું. આઠ દાયકા જૂના મકાનની માટીની દિવાલ દૂર કરીને પાકુ મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સવારે નિત્યક્રમ મુજબ મજુર કામગીરી કરવા માટે આવી ગયા હતા. જેમાં બપોરના દોઢ વાગ્યાના અરસામાં મહેન્દ્રભાઈ મોદી અને ભદ્રેશભાઈ દરજીની કોમન આવેલી દિવાલ એકાએક ધસી પડતા પાંચ મજુર દબાઈ ગયા હતા. જેમાં 40 વર્ષીય પોપટભાઈ દેવાભાઈ ભીલનું દબાઈ જતા મોત થઈ ગયું હતું.

સાદરામાં દીવાલ ધસી પડતાં એકનું મોત

જ્યારે કલ્પેશ બારીયા, મનીષા બારીયા, સુરેખા મુનિયા અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાઓ થતા પહેલા સાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ ચિલોડા પોલીસ સ્ટેશન કરતા જમાદાર અલ્પેશભાઈ સ્ટાફ સાથે સાદરા પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Jun 5, 2019, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details