ગાંધીનગરઃ લોકડાઉન 4.0 ગાંધીનગર માટે અશુભ હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ ડબલ ફિગરમાં કોરોના વાઇરસના આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે પણ ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં 9 કેસ સામે આવ્યા સામે આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે.
ગાંધીનગરના માણસા શહેરમાં સોમવારે બે કેસ સામે આવ્યા સામે આવ્યા છે. જેમાં 30 વર્ષનો પુરુષ માણસા સિવિલમાં સ્વિપર તરીકે હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જેને કોલવડામાં આવેલી કોવિડ કેર સેન્ટરમાં ફરજ ઉપર મુકવામાં આવ્યો હતો. તે યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તાલુકામાં આવેલા ભીમપુરા ગામમાં બે દિવસ પહેલા પોલીસ કર્મચારી પોઝિટિવ આવ્યો હતો, હવે તેના 62 વર્ષિય દાદી આજે પોઝિટિવ આવ્યાં છે. જ્યારે પુંધરા ગામમાં એક 55 વર્ષીય આધેડ જે મુંબઈથી આવ્યા હતા, તે પોઝિટિવ આવ્યા છે.
ગાંધીનગર તાલુકામાં આવેલા સાદરા ગામમાં કપડવંજના ડેન્ટિસ્ટ લોકડાઉન ફસાઈ ગયા હતા. સામાન્ય તાવ રહેતા રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ રૂપાલ ગામમાં રહેતો 26 વર્ષીય યુવક બાવળામાં આવેલી ફાર્મા કંપનીમાં ફરજ બજાવે છે તે પણ સોમવારે પોઝિટિવ આવ્યો છે. જ્યારે દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં બે દિવસ પહેલા 48 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યો હતો જેનું આજે મોત થયું હતું.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આજે ચાર કેસ કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર 14 હાઉસિંગના મકાનમાં રહેતી 27 વર્ષીય મહિલા 3 દિવસ પહેલા વાડજ ખાતેથી ગાંધીનગર આવી હતી, જે પોઝિટિવ આવી છે. જ્યારે સેક્ટર 13બી માં રહેતી 31 વર્ષીય મહિલા અમદાવાદ કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે, જે પણ પોઝિટિવ આવી છે છે. ધોળાકુવા ગામમાં રહેતો 29 વર્ષીય યુવક લોકડાઉન ચારમાં આપેલી છૂટછાટ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રીક્ષા ચલાવતો હતો, જે પોઝિટિવ આવ્યો છે. જ્યારે સેક્ટર 21 માં માં અગાઉ પોઝિટિવ આવેલા યુવકની 25 વર્ષિય પત્ની પણ પોઝિટિવ આવી છે.