ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસ પોઝિટિવ કેસ વધતા જઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગરમાં આજે સવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે, જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે તે વ્યક્તિના ઘરને કોર્પોરેશન હસ્તક લઈ લેવામાં આવ્યું છે અને તે ઘરને 14 દિવસ સુધી લોક કરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ : કોર્પોરેશને દર્દીનું ઘર 14 દિવસ માટે બંધ કર્યું ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસ નો કેસ પોઝિટિવ સામે આવતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રીટા પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ગત મોડી રાત્રે એક વાયરસનો કેસ સામે આવ્યો છે જેમાં તે દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જે વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે તે દુબઈથી પરત ફર્યો હતો અને અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સ્ક્રિનિંગ દરમિયાન કંઈ જ પ્રકારના લક્ષણો દેખાયાં ન હતાં પરંતુ ચાર દિવસ બાદ અચાનક કોરોના વાયરસના લક્ષણો દેખાતાં તેમને ફરીથી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે તેમના પરિવારને પણ અત્યારે ૧૪ દિવસ માટે સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે.આ સાથે જ તેમનું ઘર પણ કોર્પોરેશન હસ્તક કરી દેવામાં આવ્યું છે અને 14 દિવસ સુધી ઘરને લોક મારી દેવામાં આવ્યું છે જ્યારે પરિવારના સભ્યોને જર્મન પેલેસ હોટલમાં ખસેડવામાં આવ્યા છે.આમ સેક્ટર 29માં રહેતા એક યુવકને કોરોના વાયરસ પોઝિટિવ સામે આવતા 14 દિવસ તેમનું ઘર મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક રહેશે અને તેને ઘરને સંપૂર્ણ ટાઈપ કર્યા બાદ જ તેમને પરત આપવામાં આવશે. આ સાથે જ જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર આવ્યાં હતાં તે દરમિયાન જે કેબમાં આવ્યાં હતાં તે કેબ ડ્રાઈવરને પણ 14 દિવસ માટે અલાયદા રાખવામાં આવ્યાં છે. ઉપરાંત આ વ્યક્તિ છેલ્લાં ચાર દિવસમાં જેટલા પણ વ્યક્તિઓને મળ્યાં છે તેમને પણ અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે.