ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉક ડાઉન દરમિયાન એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઇ શકાશે, પોર્ટલ પર કરવી પડશે અરજી : અશ્વિનીકુમાર

રાજ્યમાં લૉક ડાઉન દરમિયાન એક જિલ્લાથી બીજા જિલ્લામાં અનેક લોકો રોજગારી અર્થે સામાજિક અથવા તો કોઈપણ કારણોસર તેઓ અન્ય જિલ્લામાં ફસાઈ ગયાં હતાં જેને ધ્યાનમાં લઇને હવે રાજ્ય સરકાર દ્વારા પોતાના જિલ્લામાં જવા માટેની પરવાનગી આપવામાં આવશે. જેમાં જે તે વ્યક્તિએ રાજ્યના ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

લૉક ડાઉન દરમિયાન એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઇ શકાશે, પોર્ટલ પર કરવી પડશે અરજી : અશ્વિનીકુમાર
લૉક ડાઉન દરમિયાન એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઇ શકાશે, પોર્ટલ પર કરવી પડશે અરજી : અશ્વિનીકુમાર

By

Published : May 5, 2020, 6:12 PM IST

Updated : May 5, 2020, 7:03 PM IST

ગાંધીનગર : એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં લૉક ડાઉન દરમિયાન સૂરત શહેર અને જિલ્લામાં સૌરાષ્ટ્રના અનેક લોકો ફસાઈ ગયાં હતાં. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સૂરતમાં ફસાયેલાં લોકો પોતાના જિલ્લામાં અને વતનમાં જઈ શકશે. આ માટે રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણી અધ્યક્ષતામાં એક કમિટી પણ રચના કરવામાં આવી છે.

આ સાથે જ રાજ્યના અન્ય જિલ્લામાંથી પણ ફસાયેલાં લોકો જો પોતાના જિલ્લામાં જવા માગતાં હોય તો રાજ્ય સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે તેના ઉપર તે વ્યક્તિએ અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તેઓ પોતાના જિલ્લા તરફ પ્રવાસ કરી શકશે. ઉપરાંત જો કોઈપણ વ્યક્તિને ખાંસી, ઉધરસ અથવા તો તાવ આવતો હોય તો તેઓને પરવાનગી આપવામાં આવશે નહીં. આમ હવે આંતર રાજ્યમાં પણ એક જિલ્લાથી બીજા જિલ્લામાં સરકારી પરવાનગી લઈને જવાનો રહેશે. ઉપરાંત જે તે જિલ્લામાં પહોંચ્યાં બાદ તે વ્યક્તિઓએ 14 દિવસ હોમ કોરોન્ટીન રહેવું પડશે. આ સાથે જ તેઓ એક મહિના સુધી ફરી પાછા ફરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 3.0માં અન્ય રાજ્યના ફસાયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે રાજ્ય સરકારને સૂચના આપી હતી. જેમાં ગુજરાતમાંથી અલગ અલગ શહેરમાંથી કુલ 35 જેટલી ટ્રેનો યુ.પી., બિહાર, ઝારખંડ, બાજુ રવાના કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં બીજી ટ્રેનો શરૂ કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો પોતાના વાહનો સાથે ગુજરાત મૂકીને પોતાના રાજ્ય તરફ રવાના થયાં છે.

લૉક ડાઉન દરમિયાન એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઇ શકાશે, પોર્ટલ પર કરવી પડશે અરજી : અશ્વિનીકુમાર
Last Updated : May 5, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details