પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ તાસ્કંદથી હાઇસ્પીડ બૂલેટ ટ્રેન મારફતે સમરકંદ પહોંચીને કર્યો હતો. ટ્રેન યાત્રા દરમિયાન મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ શ્રીયુત ઇક્રોમોવ સાથે ઉઝબેકિસ્તાનમાં ખેતી ક્ષેત્રે ગુજરાતના કિસાનો માટે રહેલા વ્યાપક ફલકની ચર્ચાઓ કરી હતી. સમરકંદમાં બપોર બાદ સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીના ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મૂલાકાત લીધી હતી અને વર્લ્ડ ક્લાસ સ્ટડીઝ સેન્ટરની પ્રવૃત્તિઓની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદમાં મુખ્યપ્રધાને ઉદ્યોગકારો સાથે યોજી બેઠક - gandhinger news
ગાંધીનગરઃ ગુજરાત ભારતમાં વિકાસનું રોલ મોડેલ અને વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાત હવે વિશ્વના વેપાર-ઉદ્યોગો-રોકાણો માટે એક મહત્વપૂર્ણ સ્થાન બન્યું છે ત્યારે ફાર્મા, ઓટો પાર્ટસ, એગ્રો પ્રોસેસિંગ અને ટેક્ષટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉઝબેકિસ્તાનના ઉદ્યોગકારોને વ્યવસાય વિકાસમાં મદદરૂપ થઇ શકે છે.

ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદમાં મુખ્ય પ્રધાને B2Bની બેઠક યોજી
ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદમાં મુખ્ય પ્રધાને B2Bની બેઠક યોજી
મુખ્યમંત્રી સોમવાર 21મી ઓક્ટોબરે ઉઝબેકિસ્તાન પ્રવાસના ત્રીજા દિવસે બૂખારાના ગવર્નર સાથે મૂલાકાત કરવાના છે. ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત બી ટુ બી બેઠકોમાં પણ સહભાગી થશે અને સાંજે બૂખારાના હિસ્ટોરીક સેન્ટરમાં ટૂરિઝમ પ્રોજેક્ટસ, ટૂરિઝમ ઝોન તથા ટૂરિઝમ ઇકો સિસ્ટમની ગતિવિધિઓ નિહાળશે.