ગાંધીનગર : વિશ્વમાં કોરોનાનો નવો (Omicron case in India)વાયરસ આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (Gujarat Biotech Research Institute ) દ્વારા એક ખાસ રીતે તૈયારી કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝિટીવ આવેલા સંક્રમિત વ્યક્તિઓ નવા વેરિયન્ટ થી સંક્રમિત છે કે નહીં તે તમામ માહિતી માટે એક કીટ( Omicron test kit2021) તૈયાર કરાઈ છે, જે તે રાજ્ય સરકાર દ્વારા ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે આ કીટની મંજૂરી આપ્યા બાદ ગણતરીના કલાકોમાં જકોરોના સંક્રમિત વ્યક્તિછે કે નહીં તેની એક જ દિવસમાં જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.
પહેલા 3 દિવસ રાહ જોવી પડતી હતી
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે(Health front secretary Manoj Agarwal) આ બાબતે ખાસ જણાવ્યું હતું કે પહેલા પૂના ખાતે કોરોના પોઝિટિવના સૅમ્પલ મોકલવામાં આવતા હતા અને તેના પરથી સ્પષ્ટ થતું હતું કે કોરોના પોઝિટિવ થયેલી વ્યક્તિ નવા વેરિયન્ટથી સંક્રમિત (Omicron case in India)છે કે નહીં જ્યારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાના કારણે જે તે વ્યક્તિમાં વધુ સંક્રમણ ફેલાવાની ક્ષમતા થઈ જાય છે. ત્યારે ગુજરાત બાયોટેક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (Gujarat Biotech Research Institute ) દ્વારા એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં હવે ફક્ત 6 થી 7 કલાકમાં આ કીટ તાત્કાલિક ધોરણે પરિણામ આપી શકે છે, આ બાબતે રાજ્ય સરકારે નવી કીટના ઉપયોગ માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.