ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ અને રાજકોટમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટો મળી - Old currency notes

વર્ષ 2016માં 8 ઓગષ્ટના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સંબોધન દરમિયાન જ દેશમાં રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે આ ઘટનાને હવે ચાર વર્ષથી ઉપરના સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી 500 અને 1000ની ચલણી નોટો ઝડપાઇ રહી હોવાનું વિધાનસભા પ્રશ્નોતરીમાં સામે આવ્યું છે.

અમદાવાદ અને રાજકોટમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટો મળી
અમદાવાદ અને રાજકોટમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટો મળી

By

Published : Mar 17, 2021, 11:04 PM IST

  • નોટ બંધી બાદ પણ જૂની ચલણી નોટોની હેરફેર
  • અમદાવાદ અને રાજકોટમાંથી મળી 500 અને 1000ની જૂની ચલણી નોટો
  • 5 જેટલા આરોપીઓની કરાઈ ધરપકડ

ગાંધીનગર: વર્ષ 2016માં 8 ઓગષ્ટના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સંબોધન દરમિયાન જ દેશમાં રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે આ ઘટનાને હવે 4 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી 500 અને 1000ની ચલણી નોટો ઝડપાઇ રહી હોવાનું વિધાનસભા પ્રશ્નોતરીમાં સામે આવ્યું છે.

કેટલી જૂની ચલણી નોટો ઝડપાઈ

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે કે, છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં 500ના દરની 2400, 1000 દરની 43 ચલણી નોટો પકડાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં 500ના દરની 7,317 નોટ, 1000 દરની 38 નોટો અને રાજકોટ ગ્રામીણમાં 500ના દરની 36 નોટો અને 1000 ના દરની 5 નોટો ઝડપાઈ છે. આમ કુલ 500ની નોટો 48,76,500 અને 86,000ની 1000 નોટો કુલ 49,62,500ની ચલણી નોટો ઝડપાઇ છે.

અમદાવાદમાં જૂની ચલણી નોટો ઝડપાઈ

વિધાનસભા 5000ની જૂની ચલણી નોટો ઝડપાઈ તેની વિગતો બહાર આવી છે પરંતુ અમદાવાદ શહેરમાંથી જે નોટો પકડાઈ તે બાબતે હજી સુધી એક પણ આરોપી પકડાયા ન હોવાનું પણ પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. જ્યારે રાજકોટ શહેર અને ગ્રામીણમાંથી કુલ 6 જેટલા આરોપીઓને પોલીસે પકડી પાડયા હોવાનું પણ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details