ગુજરાત

gujarat

ETV Bharat / state

બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા, ધારાસભ્યો આમથી તેમ ફર્યા, ચૌધરી જોડે સેલ્ફી લેવા પડાપડી - શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પરિણામોમાં 156 બેઠક જીત્યાં બાદ ગુજરાતમાં ભાજપની સરકારની શપથવિધિ થઇ છે. જેમાં ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ (Bhupendra Patel oath ceremony as Gujarat CM today ) સહિત 17 પ્રધાન શપથ લીધાં છે.આ કાર્યક્રમમાં ( Oath taking ceremony in Gandhinagar )ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા જોવા મળી હતી.

બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા, ધારાસભ્યો આમથી તેમ ફર્યા, ચૌધરી જોડે સેલ્ફી લેવા પડાપડી
બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા, ધારાસભ્યો આમથી તેમ ફર્યા, ચૌધરી જોડે સેલ્ફી લેવા પડાપડી

By

Published : Dec 12, 2022, 5:58 PM IST

ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા જોવા મળી

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે પ્રથમ વખત 182 બેઠકમાંથી 156 બેઠક પર જીત મેળવી છે. ત્યારે આજે સચિવાલય ખાતેના હેલિપેડ પર ( Bhupendra Patel oath ceremony as Gujarat CM today )શપથવિધિનું આયોજન( Oath taking ceremony in Gandhinagar ) કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પરિણામોમાં મળેલી 156 બેઠકની જીત બાદ ગુજરાતમાં ભાજપની સાતમીવાર સરકાર બની છે. ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ (Bhupendra Patel oath ceremony as Gujarat CM today ) સહિત 17 પ્રધાન શપથ લીધાં છે. ગુજરાતના ભાજપના જીતેલા 156 ધારાસભ્યો, સંસદ સભ્યો માટે મીડિયા સ્ટેજની બાજુમાં વ્યવસ્થા કરાઈ હતી પણ અંતિમ સમયે વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ હતી.

ધારાસભ્યો બેઠક માટે આમતેમ ફર્યા હોટેલ લીલા ખાતે બપોરે 12 થી 1 કલાક સુધી ભાજપના તમામ ધારાસભ્યો, સીએમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બપોરનું જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો ભોજન લઈને સીધા હેલિપેડ ખાતે પહોંચ્યા હતાં. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે જે બેઠક વ્યવસ્થા ( Oath taking ceremony in Gandhinagar ) કરવામાં આવી હતી ત્યાં સામાન્ય પબ્લિક અને ભાજપના કાર્યકર્તાઓએ જમાવડો કર્યો હતો. જેથી કડીના ધારાસભ્ય કરશન સોલંકી, જીતુ વાઘાણી, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ જેવા ધારાસભ્યો ખુરશી માટે આમથી તેમ ફર્યા હતાં અને જે ખાલી ખુરશી જોવા મળી તેમાં સ્થાન લીધું હતું. જ્યારે અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદી માટે લોકોને ઉભા કરીને ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે રિવાબા જાડેજાએ પણ સ્થાન મેળવવા માટે આમથી તેમ ફરવાનો વારો આવ્યો હતો. શંકર ચૌધરી જોડે સેલ્ફી લેવા લોકો પડાપડી કરતાં જોવા મળ્યાં હતાં.

હાર્દિક પટેલની અલગ વ્યવસ્થા ગુજરાત સરકારની શપથવિધિ ( Oath taking ceremony in Gandhinagar ) માં ભાજપના તમામ ચૂંટાયેલા ધારાસભ્યોની મુખ્ય સ્ટેજની સામે અને મીડિયા સ્ટેજની બાજુમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જ્યાં ભાજપના ધારાસભ્ય બેઠા હતાં તે જગ્યા છોડીને કેન્દ્રીય પ્રધાનો, અન્ય રાજ્યના ભાજપશાસિત મુખ્યપ્રધાનો અને આગેવાનોની સામેના સ્ટેજ સામે હાર્દિક પટેલ શપથવિધિમાં જોવા મળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details