ગુજરાત

gujarat

ETV Bharat / state

NSUIની માગ, ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટરોને પણ આપો માસ પ્રમોશન - Gandhinagar News

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ધો. 10 અને ધો.12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે NSUIએ આજે બુધવારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન અને સચિવને આવેદન પત્ર આપી રીપીટરોને પણ માસ પ્રમોશન આપવા માગ કરી છે.

Gandhinagar Breaking News
Gandhinagar Breaking News

By

Published : Jun 9, 2021, 7:44 PM IST

  • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન, સચિવને આવેદન પત્ર આપ્યું
  • રીપીટરોને પણ માસ પ્રમોશન આપો
  • NSUIએ ઘેરાવો કરવાની ચીમકી આપી
  • રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 4 લાખ 92 જેટલી છે

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી કેતન કુમારે આ અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પણ રીપીટરોની પરીક્ષા અંગે હજી કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી. રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ માટેના નિર્ણયો એક સમાન હોવા જોઈએ. ગુજરાતમાં રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 4 લાખ 92 જેટલી છે, ત્યારે તેમની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવે તો તે કોરોના સંક્રમિત થવાની શકયતા રહેલી છે.

NSUIએ ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટરોને માસ પ્રમોશન આપવા માગ કરી

આ પણ વાંચો : VNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ

નિર્ણય પાછો લેવામાં ન આવે તો શિક્ષણ બોર્ડની ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી

આટલી મોટી સંખ્યામાં પરીક્ષા લેવામાં આવશે તો શું નક્કી છે વિદ્યાર્થીઓ સંક્રમિત ના થાય. આ વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલવા જેવી બાબત છે. જેથી સરકારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવી જોઈએ અને તેમને પણ માસ પ્રમોશન આપવું જોઈએ. જો 10 દિવસમાં રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગે નિર્ણય નહિં લેવામાં આવે તો NSUI દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details