ગાંધીનગર: ભારતીય નાણાંકીય ક્ષેત્રમાં પરિવર્તનના નવા યુગનો પ્રારંભ થયો છે. એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જે ગિફટ નિફ્ટી માટે નવી ઓળખ જાહેર કરી છે. અમદાવાદ- એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) આજે સોમવારે ગિફ્ટ નિફ્ટીની નવી બ્રાન્ડનું લૉચિંગ હતું. જે તારીખ 3 જુલાઇ, 2023થી એસજીએક્સ નિફ્ટીમાંથી ગિફ્ટ નિફ્ટીમાં સંપૂર્ણ સંક્રમણનો એક ભાગ છે.
બજારોની ગ્રોથ સ્ટોરી:ઈક્વિટી માર્કેટની નવી ગ્રોથ સ્ટોરીગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ, અનેરી તક અને નવા ગિફ્ટ સિટી ખાતે NSE IX દ્વારા નિફ્ટી પ્રોડક્ટ્સની એક્સેસ કરવા માટે ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નવી દિશા પૂરી પાડશે. ગિફ્ટ નિફ્ટીનો નવો દેખાવ ફ્લેગશિપ ઇન્ડેક્સ NIFTY 50 સાથે સંરેખિત છે, જે ભારતીય ઇક્વિટી બજારોની ગ્રોથ સ્ટોરી દર્શાવે છે.
3 જુલાઈથી પ્રારંબ થશે: નવા લોગોનું અનાવરણ 3 જુલાઈ, 2023થી પ્રારંભ થનારી NSE IX-એસજીએક્સ કનેક્ટની પૂર્ણ કક્ષાની કામગીરીની તાજેતરની જાહેરાતને અનુસરે છે. NSE IX અને એસજીએક્સ વચ્ચેની આ વ્યૂહાત્મક પહેલ, એસજીએક્સ સભ્યોના ગિફ્ટ નિફ્ટી ઓર્ડરને એસજીએક્સ ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ થકી ક્લિયરિંગ અને સેટલમેન્ટથી ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે એનએસઈ આઈએફએસસી પર લઈ જવા માટે સક્ષમ બનાવે છે.
સ્યુટ હેઠળ લવાશે: શરૂઆતમાં બજારના સહભાગીઓ NSE IX પર ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ નિફ્ટી આઇટી ડેરિવેટિવ કોન્ટ્રેક્ટને એક્સેસ કરી શકે છે અને ધીમે ધીમે અન્ય સૂચકાંકો ગિફ્ટ નિફ્ટી સ્યુટ હેઠળ બહાર પાડવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ લગભગ 21 કલાક માટે એક્સેસ કરી શકાય છે. જે એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ કલાકોને ઓવરલેપ કરે છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના નિયમનકારી માળખા હેઠળ NSE IX ખાતે યુએસ ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝને એક્સેસ કરવા માટે લિક્વિડિટી અને સ્થળનો સિંગલ પૂલ ઓફર કરે છે.
"આઈએફએસસીએ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સર્વિસીઝની ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ જરૂરિયાતો માટે આઈએફએસસીને વૈશ્વિક ગેટવે તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા પ્રભાવને જોતાં ગિફ્ટ નિફ્ટી ભારતીય ઇક્વિટીના વ્યાપક પ્રતિનિધિત્વને એક્સેસ કરવા માટે ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. NSE IX ને ગિફ્ટ નિફ્ટીની બ્રાંડ ઓળખ અને કોર્પોરેટ ઓળખનું અનાવરણ સંપૂર્ણ બનાવે છે"-- ઇંજેતી શ્રીનિવાસ (આઈએફએસસીએના ચેરપર્સન)
વિઝનને હાંસલ કરવામાં ઉત્પ્રેરક: નવી કોર્પોરેટ બ્રાન્ડનું અનાવરણવધુમાં, NSE IX એ વૈશ્વિક મૂડી બજારના ક્ષેત્રે અગ્રેસર બનવાની એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જની મહત્વાકાંક્ષા અને વિઝનને દર્શાવવા એનએસઈની સાથે વિશિષ્ટપણે ડિઝાઈન કરાયેલી IXને વિકસાવતી તેની નવી કોર્પોરેટ બ્રાન્ડ ઓળખનું પણ અનાવરણ કર્યું હતું. ગિફ્ટ સિટી પ્રાઈસ સેટર બનશેએનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ ગિફ્ટ સિટી ખાતે એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ થકી નિફ્ટી પ્રોડક્ટ્સ એક્સેસ કરવા ભારતની ગ્રોથ સ્ટોરીમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને અનન્ય તક અને નવી દિશા બતાવે છે.
પ્રેરક બની રહેશેઃ આનાથી અમે 3 જુલાઈ, 2023થી એસજીએક્સ નિફ્ટીમાંથી ગિફ્ટ નિફ્ટીમાં પૂર્ણકક્ષાના સંક્રમણની એક કદમ નજીક પહોંચ્યા છે. ગિફ્ટ નિફ્ટી વિશ્વના સૌથી મોટા ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે પ્રાઇસ સેટર બનવા ગિફ્ટ સિટી માટે માનનીય વડાપ્રધાનના વિઝનને હાંસલ કરવામાં ઉત્પ્રેરક બનશે. ભારતીય શેરબજાર વૈશ્વિક મૂડીબજાર બનશેNSE IXના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ગિફ્ટ નિફ્ટી દ્વારા વૈશ્વિક રોકાણકારો એક જ સ્થળેથી યુએસ ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ કરી શકે છે. NSE IX એ તેની નવી કોર્પોરેટ બ્રાન્ડ ઓળખનું પણ અનાવરણ કર્યું છે જે વૈશ્વિક મૂડી બજારના ક્ષેત્રે અગ્રણી બનવાની એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જની મહત્વાકાંક્ષા અને દૂરંદેશીપણાને દર્શાવે છે.
- Gandhinagar News : સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદનો નિકાલ કરવા CMનો આદેશ, 1250નો આંકડો આવ્યો સામે
- Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા