ગાંધીનગર: રાજ્યના શિક્ષણ સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉનાળાના વેકેશનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂર્ણ થાય બાદ વેકેશનના બદલે નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ મે મહિનાથી જૂન મહિના સુધી વેકેશન જાહેર કરવામાં આવશે.
હવે ગુજરાતની શાળાઓ CBSCના રસ્તે, ઉનાળાનું વેકેશન પાછું ઠેલાવ્યું - ઉનાળાનું વેકેશન પાછું ઠેલાવ્યું
રાજ્યના શિક્ષણને સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂર્ણ થાય બાદ વેકેશનના બદલે નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવને ધ્યાનમાં લેતા આ ઠરાવ પ્રમાણે જો રાજ્યની તમામ શાળાઓ કામ કરે તો, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે CBSEના રસ્તે ચાલતા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહેલા પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને વેકેશન પડતું હતું, પરંતુ હવે પરીક્ષા બાદ તરત જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરવામાં આવશે અને મે મહિનાથી જૂન મહિના સુધીનું વેકેશન જાહેર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુખ્ય કારણ જણાવાવમાંમાં આવ્યું છે કે, રાજ્ય રાજ્યની શાળામાં શૈક્ષણિક સત્ર દરમિયાન બાળકોને ભણાવવા માટે દિવસો ઓછા પડે છે અને અભ્યાસક્રમ વધુ હોય છે તેને ધ્યાનમાં રાખીને દિવસો વધે તે માટે ઉનાળાનું વેકેશન બાદમાં પરંતુ પરીક્ષા પછી તરત જ નવું શૈક્ષણિક સત્ર કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવશે.