ગાંધીનગર: કેન્દ્રીય વિદ્યાલયમાં અગાઉ કોટા પ્રમાણે એડમિશન પ્રથા બાબતે પંચમહાલના પૂર્વસાંસદ પ્રભાત ચૌહાણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને કેન્દ્રીય વિદ્યાલયમાં OBC ક્વોટા પ્રમાણે એડમિશન આપવા માટે પત્ર લખ્યો હતો. જે બાબતે મોદી સરકારે પોઝિટિવ નિર્ણય લીધો હોવાની નિવેદન પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણએ આપ્યું હતું.
હવે કેન્દ્રીય વિદ્યાલયમાં OBC ક્વોટા પ્રમાણે એડમિશન થશે, મોદી સરકારે કર્યો નિર્ણય: પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ - રાજ્યની કેન્દ્રીય વિદ્યાલયમાં OBC કોટાને આધારે એડમિશન આપવાની મંજૂરી આપવામાં આવી
- કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને OBC ક્વોટા પ્રમાણે એડમિશન આપવા માટે પત્ર લખ્યો હતો
- કેન્દ્રીય વિદ્યાલયમાં તમામ કાર્યવાહી કેન્દ્ર સરકારને આધીન
પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં OBC ક્વોટા પ્રમાણે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મળે તે માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે હવે ખાસ નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની કેન્દ્રીય વિદ્યાલયમાં OBC કોટાને આધારે એડમિશન આપવાની મંજૂરી આપવામાં આવી છે આ સાથે જ કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય કરીને નોટિફિકેશન બહાર પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વિદ્યાલયમાં તમામ કાર્યવાહી કેન્દ્ર સરકારના આધીન હોય છે, ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક નિર્ણય લેતા પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે કેન્દ્ર સરકારનો અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.