ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ દ્વારા કાયદામાં સુધારો કરી ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. પહેલાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 100 અથવા 100થી નીચેની સંખ્યાના કર્મચારીઓ હોય તેવા ઉત્પાદન યુનિટને બંધ કરવાની જરૂર હોય ત્યારે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર પડતી ન હતી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા તેમાં સુધારો કરીને કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે અને 300 કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ પ્રમાણે જે ઉત્પાદન યુનિટમાં 300 અથવા તો 300થી ઓછા કર્મચારીઓ હોય અને તેઓને યુનિટ બંધ કરવું હોય તો સરકારની પરવાનગીની જરૂર રહેશે નહીં. જ્યારે યુનિટ બંધ કરતાં સમયે તમામ કર્મચારીઓને ત્રણ મહિનાનો સરેરાશ પગાર પણ આપવો પડશે તેવી પણ જોગવાઈ ગેઝેટમાં કરવામાં આવી છે.
રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવતા પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે - યુનિટ બંધ કરવાની પરવાનગી
રાજ્યમાં કોઈપણ ફેક્ટરી અથવા તો ઉત્પાદન યુનિટ બંધ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત હતી. પરંતુ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા એક ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આ ગેજેટ પ્રમાણે પહેલા તો અથવા સૌથી નીચેની સંખ્યામાં કર્મચારીઓ હોય તો સરકારની પરવાનગી લેવી પડતી ન હતી જ્યારે તેમાં હવે સુધારો કરીને કર્મચારીઓની સંખ્યા 300 કરવામાં આવી છે..
રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવના પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે
રાજ્યપાલ દ્વારા ગેઝેટ બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યારે હવે આ ગેજેટને બિલ તરીકે વિધાનસભાગૃહમાં છ મહિનાની અંદર પસાર કરવામાં આવશે. જો છ મહિનાની અંદર પસાર કરવામાં નહીં આવે તો આ ગેજેટ ગણાશે ત્યારબાદ રાજ્યપાલ ફરીથી ગેઝેટ બહાર પાડી શકે છે.