ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રવણ તીર્થ દર્શન યોજના: બસ ભાડામાં 75 ટકા સહાય, છેલ્લાં 2 વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી! - ગુજરાત શ્રાવણ તીર્થદર્શન યોજના 2021

ગુજરાત સરકાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વશિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીજન અને તીર્થધામના દર્શન કરાવવાની શ્રવણ તીર્થ દર્શન યોજનામાં(Shravani Tirth Yojana)સુધારો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ભૂતકાળમાં 50 ટકા જેટલી સહાય આપવામાં આવતી હતી ત્યારે હવે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર 75 ટકા જેટલી સહાય આપશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના: બસ ભાડામાં 75 ટકા સહાય, છેલ્લાં 2 વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી!
શ્રવણ તીર્થ દર્શન યોજના: બસ ભાડામાં 75 ટકા સહાય, છેલ્લાં 2 વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી!

By

Published : Jul 15, 2022, 9:25 PM IST

ગાંધીનગર:રાજ્યમાં જુલાઈ મહિનાના અંતથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ(Gujarat Shravan Tirthdarshan Yojana 2022)રહી છે. રાજ્ય સરકાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના વશિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝન અને તીર્થધામના દર્શન કરાવવાની રાજ્ય સરકારની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવા માટે દર્શન યોજનામાં (Shravani Tirth Yojana)સુધારો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ભૂતકાળમાં 50 ટકા જેટલી સહાય આપવામાં આવતી હતી ત્યારે હવે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર 75 ટકા જેટલી સહાય આપશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના

75 ટકા ભાડાની સહાય -રાજ્યના કેબિનેટ પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ (Shravan Tirthdarshan Yojana 2022)હાલ એસટીની સુપર બસ ઉપરાંત એસ.ટી.ની બસનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું તેમાંથી જે ઓછું હોય તેની 50 ટકા રકમ સહાય આપવામાં આવતી હતી તેના બદલે હવે એસટીની સુપર બસ ઉપરાંત એસટીની મીની બસ એસી કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બે માંથી જે ઓછું હોય તેની 75 ટકા કે તેથી વધુ રકમની સહાય આપવામાં આવશે. ગુજરાતના યાત્રાધામોના બે રાત્રે અને ત્રણ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો જેના બદલે હવે ત્રણ રાત્રી અને ત્રણ દિવસ સુધીના પ્રવાસની(Shravan Tirtha Darshan)મર્યાદામાં આ યોજના હેઠળનો લાભ આપવામાં આવશે.

આ પણ વાંચોઃહાઈકોર્ટ અગ્નિપથ યોજનાને પડકારતી તમામ અરજીઓની સુનાવણી 20 જુલાઈએ કરશે

ઉંમરને લઈને સુધારો -વધુમાં જણાવ્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક એટેન્ડન્ટ તે 60 વર્ષથી નીચેના ઉંમરના હોય તે લઈ જવી જઈ શકતા હતા જેમાં સુધારો કરીને હવે 70 વર્ષથી વધુની ઉંમર વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેમની સાથે એક 18 વર્ષ કે તેથી વધુની ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકાશે. આ સમગ્ર યોજનામાં વડીલો અરજીમાં યાત્રા ક્યારે કરવા માંગે છે તે સ્પષ્ટ દર્શાવવાનું હતું અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની જોગવાઈ હતી.

ઓછામાં ઓછા 27 સિનિયર સીટીઝન જરૂરી -વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા પહેલા ઓછામાં ઓછા 30 સિનિયર સિટીઝનના સમૂહની અરજી માન્ય ગણવામાં આવતી હતી તેના સ્થાને હવે ઓછામાં ઓછા 27 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણવામાં આવશે, જ્યારે અન્ય સગવડો જેવી કે ભોજન તેમજ રોકાણની સુવિધા માટે યાત્રા દિવસ મુજબ વ્યક્તિ દીઠ અમુક રકમની સહાય પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પહેલા આધાર કાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની હતી, પરંતુ હવે તમામ સિનિયર સિટીઝનો કે જે શ્રાવણ યોજનાનો લાભ લેશે તેઓએ ફરજિયાત તેમની પાસે આધાર કાર્ડ રાખવું પડશે.

આ પણ વાંચોઃGarima Cell : ગુજરાત સરકારે કર્યો ગરિમા સેલનો પ્રારંભ, જાણો શું છે ગરિમા સેલ યોજના

યોજનાના આગેવાનોને 500 રૂપિયાની સહાય -આ યોજના બાબતે વધુમાં જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત જે સમૂહ તૈયાર કરશે તે સમૂહ કરનાર આગેવાનને રૂપિયા500 પ્રોત્સાહક રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આમ રાજ્યમાં છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે યાત્રા થઈ શકે તેમ હતી, પરંતુ અગાઉ રાજ્ય સરકાર દ્વારા યોજના અંતર્ગત કુલ 89,891 લોકોએ લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details